________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧ ૪૫
જયન્તઃ વીતરાગાઃ | પૂજ્ય આચાર્ય જનકચંદ્રસૂરિ મહારાજસાહેબ
આતમ ભાવના ભાવતા જીવલહે કેવળજ્ઞાન રે,
મને શ્રી રમણભાઈ સી. શાહના કાળધર્મના સમાચાર સ્વાધ્યાયપ્રેમી શ્રી બિપીનચંદ્રભાઈએ આપ્યા.
બિપીનચંદ્રભાઈ અહીં મારી પાસે રોકાયા હતા ત્યારે મેં એમને શ્રી રમણભાઈનું મૃત્યુ આત્મલક્યપૂર્વક એવું સમાધિમરણ થાય તે માટે વાસક્ષેપ અને શ્રીમદ્જીના કેટલાક પત્રોના ઉતારાવાળા કાગળો મોકલ્યા તે તેમણે બિપીનચંદ્રભાઈ પાસેથી જાગૃતિપૂર્વક સાંભળ્યા હતા તે સંતોષની વાત છે. વસ્તુતઃ આત્મા તો અજર અમર અવિનાશી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. તેથી તે તો મરતો જ નથી. શરીર બદલાયા કરે છે.
આવા પ્રસંગે આપણે તો એમના ગુણોનું સ્મરણ કરીને એમનાં વિવિધ ક્ષેત્રમાં કરેલાં કાર્યોની અનુમોદના પ્રશંસા કરીને લાભાન્વિત થતા રહેવાનું છે.
અમારા સમુદાયના સાધ્વીશ્રી કિરણ યશાશ્રી મ. સાહેબશ્રીને એમણે પૂ. ૫. આત્મારામજી મહારાજ સાહેબના જીવનચરિત્ર આદિ કાર્યોને લક્ષમાં લઈને પીએચ.ડી. કરવામાં મદદ કરી હતી. એઓ સુચિંતક, સુલેખક અને જૈન શાસ્ત્રના સારા અભ્યાસી હતા. એમણે જેન સાહિત્ય ક્ષેત્રના નિર્માણકાર્યમાં નિઃસ્વાર્થ ભાવે અનુપમ સહયોગ આપ્યો છે તે અવર્ણનીય છે.
જૈન સાહિત્યના મુર્ધન્ય સિતારા શ્રીમાન રમણલાલ ચી. શાહની અચાનક વિદાયથી આપણે એક શ્રેષ્ઠ સાહિત્યકારને ખોયો છે. જેઓએ અચલગચ્છના સુસાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીને Ph.D. માટે પાંચ વર્ષ સુધી સુંદર માર્ગદર્શન આપેલ. વર્ષોથી પ્રબુદ્ધ જીવનમાં સંકળાયેલા રહ્યા. પ્રભુ એમના આત્માને શીધ્ર મોક્ષગામી બનાવે. એ જ
T સર્વોદય સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org