________________
૧૪૪
શ્રત ઉપાસક રમણભાઈ
જ્ઞાનના મર્મોદ્ધારક...ડો. રમણભાઈ
| પ. પૂ. મુનિ વિજય ચંદ્રોદયસૂરિ મહારાજ
મું. સાંતાક્રુઝ વેસ્ટથી લી. ચંદ્રોદય વિ. વિ.
વિ. સુશ્રાવક, રમણભાઈના દેવગત થયાના સમાચાર અંગત પત્રો તથા સમાચાર પત્રોથી જાણ્યા. એક વાર ઓહ ! થઈ ગયું.
જન્મે છે તે નક્કી જવાનો' એ વાત ઘણીવાર સાંભળી/વાંચી પણ નજીકના-નિકટના જનાર પાકટ જ્ઞાનદૃષ્ટિ લઈને જનારા પોતાના દ્રવ્ય મરણનો શોક કે દુઃખનો રંજ લઈને નથી જતાં, પરંતુ એક જ્ઞાનશિખર સર કરીને નવજીવન પામ્યાનો સંતોષ લઈને જતાં હોય છે.
ડૉ. રમણભાઈએ વર્ષોની જ્ઞાનદૃષ્ટિ, જ્ઞાનવૃત્તિ, જ્ઞાનકૃતિ દ્વારા જે કંઈ મેળવ્યું છે તેને દેશ-વિદેશમાં વ્યાખ્યાનમાળામાં પીરસ્યું છે, જે જે વિષયો હાથમાં લીધા તેના ઊંડાણ સુધી પહોંચી મર્મોદ્ઘાટન કર્યા છે, તેથી જે અભિનવ પ્રકાશ સાંપડતો તેનો હું, તમે અને લોકો સાક્ષી છે.
પ્રો. રમણભાઈ હકીકતે ગયા નથી, તેમની જ્ઞાનભૂખ, જ્ઞાનપ્રીતિ, જ્ઞાનરમણતા આજે પણ ઉપસ્થિત છે, તેઓના જ્ઞાનયજ્ઞમાં તારાબહેન પણ જે રીતે તેઓના પડછાયા બની જ્ઞાનસમિધ રૂપે સમર્પિત થયાં છે, તે તેઓને આપેલું જ્ઞાનતર્પણ જ ગણાય ને..?
તેઓ બંને જ્ઞાનસાધકોએ આજ દિન સુધીમાં જે પણ ભિન્નભિન્ન વિષયોનો ખ્યાલ આપવા પુરુષાર્થ કરી શ્રુતજ્ઞાનનું પાન, તત્ત્વજિજ્ઞાસુઓને કરાવ્યું છે તે ચિરસ્મરણીય રહેશે.
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org