________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૪૩.
કરી અને એ જ્ઞાનસેવા વિસ્તરે તેવાં બીજારોપણ પણ કરતાં ગયા. તેમના જ્ઞાનપથ ઉપર તમો સૌ ચાલી તેમના જ્ઞાનયજ્ઞના અનુભવોને જીવનમાં ઉતારી નવા જ્ઞાનયજ્ઞોને પ્રગટાવી જીવન ઉર્ધ્વગામી બનાવો તેવી શુભકામના સાથે.
તેમણે જ્ઞાનવારસાને જાળવી રાખવા જે ભાવના કરી છે તે યોગ્ય છે અને શ્રી રમણભાઈ શાહના સાહિત્ય સૌરભ ગ્રન્થો જલ્દી પ્રગટ થાય તેવી શુભેચ્છા.
* * *
દીર્ઘદૃષ્ટા વિદ્વાન, વિચક્ષણ અનુભવી આજે જ તત્ત્વચિંતક ડૉ. રમણભાઈ શાહના સ્વર્ગવાસ થયાના સમાચાર મળ્યા. સાંભળતાં જ આત્મિયભાવને કારણે લાગણીને ઠેસ લાગી કે શું રમણભાઈ ચાલ્યા ગયા !
રમણભાઇના જવાથી સારાયે જૈન સમાજને, બોમ્બે યુનિવર્સિટીને એક તત્ત્વજ્ઞાનીની, દીર્ઘદ્રષ્ટા વિદ્વાનની, વિચક્ષણ અનુભવીની, સરસ્વતીપુત્રની, ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ. રમણભાઇની સરળતા, સમન્વયદષ્ટિ, સૂઝ, બૂઝ, સાહિત્યના પ્રત્યેક અંગોને સ્પર્શતી તેમની વિચારશૈલી, લેખનશૈલી અદ્ભુત હતી. તે હવે ક્યાં મળશે ? પ્રત્યેક જિજ્ઞાસુ સ્નાતકને તેમની જિજ્ઞાસા પ્રમાણે સમજાવવાની શૈલી, વિષયને આરપાર સમજાવી આત્મસાત્ કરાવવાની આવડત અજબ ગજબની હતી.
મને Ph.D. કરવા માટેના વિષયની પસંદગીથી લઇને, ગાઇડ – બળવંતભાઈ જાનીને ભલામણ કરી થિસિસ પૂરો કરાવવામાં જે તેઓએ સહાય કરી છે તે ક્યારેય ભૂલાશે નહિ.
રમણભાઈ સદા જાગૃત, આત્મભાવમાં રહેતા. તેઓએ જીવનભર જ્ઞાનની ઉપાસના કરી, અનેક આત્માઓને કરાવી આત્મિક કમાણી કરીને ગયા છે. તેઓશ્રી પરમાત્માના જ્ઞાનને સ્વયંના પુરુષાર્થથી, સ્વની જાગરુકતાએ સૌને સમજાવવાનો પ્રયત્ન કરતા એ જ્ઞાનગુણનો એકાદ અંશ પણ આપણા જીવનમાં આત્મઉજાગર દશામાં સહાયભૂત બને એ જ અંતરભાવના.
| પૂ. મુક્તાબાઈ સ્વામીની આજ્ઞાથી સાધ્વી ડોલર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org