________________
૧૪ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
પ્રસંગે પ્રસંગે શ્રી રમણભાઈને મળવાનું થતું રહ્યું અને જ્ઞાનગોષ્ઠિનો એક અનોખો યજ્ઞ મંડાતો. તેઓ મારા એક ધર્મમિત્ર જેવા હતા. એટલે જ્યારે જ્યારે મળતાં ત્યારે ત્યારે એક અનોખા આનંદની અનુભૂતિ થતી.
મુંબઈ, વાલકેશ્વર, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળોએ કાર્ય પ્રસંગે તેઓ મળતા. જ્ઞાનગોષ્ઠિ થતી અને કાંઈ નવું કરવાની, સમાજને ઉપયોગી કાર્ય કરવાની ધગશ કેળવતા તેઓએ પાલિતાણા જૈન સાહિત્ય મંદિરમાં સાહિત્ય સમારોહનું સુંદર આયોજન કર્યું હતું. તે વખતે શ્રી રમણભાઈ અને તેમનાં સહધર્મચારિણી, ધર્મપત્ની શ્રીંતારાબહેનનો નિકટતાથી પરિચય થયોં. શ્રવણના માતા- પિતાની જેમ બન્નેની ઠરેલ પ્રકૃતિ, શાંત સ્વભાવ, જ્ઞાનની રૂચિ, સમાજ માટે કાંઈ કરી છૂટવાની ભાવના એ બધું જોઈ ઘણો આનંદ થયો. હું પાલીતાણામાં અને તેઓ મુંબઈ એટલે રમણભાઇને પાલીતાણા વારંવાર આવવું ફાવે તેવું નહોતું. નહીંતર તેમને વધુ રોકી રાખવાની પ્રબળ ઇચ્છા હતી.
હાલના જમાના મુજબ મોબાઇલ શબ્દનો વધુ ઉપયોગ થાય છે. અમારા રમણભાઈ એ મોબાઇલ જ્ઞાનભંડાર હતા. તેમની પાસેથી કાંઈ ને કાંઈ નાવીન્યસભર વાતો જાણવા મળતી.
તેમનું વાંચન વિશાળ અને ઊંડું હતું. જૈનધર્મ વિષયક ઘણા સવાલોના જવાબ એ ત્વરિત અને સહજ રીતે આપી શકતા.
મુંબઈ વાલકેશ્વરમાં જ્યારે મળવા આવતાં ત્યારે વિવિધ વિષયોની વાતો દરમ્યાન પોતાના અનુભવો જણાવે. અનુભવોની કિતાબ ખુલ્લી મૂકી દે.
તેમની ઉંમરને કારણે તેમને વિશેષ કામ ન ચીંધતા. મારા પ્રસ્તાવના સંગ્રહમાં બે બોલ લખી આપવાનું કહેતાં તેમને મારી આજ્ઞા શિરસાવધ કરી તે વાતનો અમલ કર્યો. છેલ્લા બે-ત્રણ વખત મળવા આવ્યા. તબિયતની સાનુકૂળતા નહોતી જણાતી છતાં પણ તેમણે જણાવા દીધું ન હતું. તેમના કાર્યથી વાકેફ રાખતાં તેમને છેલ્લે બે પુસ્તકનું કાર્ય કર્યું તે ઘણું ઉત્તમ કર્યું છે. ઉપાધ્યાય ભગવંતના ગ્રન્થોને સુંદર રીતે રજૂ કરી જ્ઞાનસેવાનું સુંદર કાર્ય કર્યું છે.
ઘણા કામો તેમની પાસે કરાવવાની ઈચ્છા હતી પરંતુ કુદરતની ઇચ્છા નહીં હોય તેથી જ તેઓ મારાથી દૂર મુલુન્ડ જતાં રહ્યા એટલે મળવાનો એટલો યોગ બન્યો નહીં. છેલ્લે છેલ્લે મળ્યા હોત તો મને ઘણો આનંદ થાત. ભાવિભાવ.
તેઓ આટલા જલ્દી ચાલ્યા જશે તેવી કલ્પના ન હતી. તેમના જવાથી એક વિશિષ્ટ જ્ઞાનયજ્ઞનો અંત આવ્યો છે. તેમણે તેમના જીવનમાં સુંદર એવી જ્ઞાનસેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org