________________
શુત ઉપાસક રમણભાઈ
૧૪ ૧
પંડિતવર્ય મોબાઈલ” જ્ઞાનભંડાર : ડૉ. રમણભાઈ E પ. પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી વિજય ચશોદેવસૂરિશ્વરજી મ. સા.
ગુજરાત એ રાજકર્તાઓની ધરતી હતી એટલે આ ધરતી ઉપર રાજકર્તાઓનું પરિબળ ઠીક ઠીક જામેલું હતું. તેમાં વચગાળે વચગાળે સારા વિદ્યાપ્રેમી રાજકર્તાઓ પણ ગાદી ઉપર આવ્યા. એટલે ગુજરાતમાં વિદ્યાનો વ્યવસાય એકદમ વધી ગયો. આ સમય દરમ્યાન વડોદરા રાજ્યની ગાદી ઉપર શ્રીમદ્ સરકાર સયાજીરાવ ગાયકવાડ આવ્યા. તેઓ એક વિદ્યાપ્રેમી અને ગુજરાતની ધરતીના વિદ્યાવ્યવસાય માટે જાણીતા પુરુષ થયા.
એ જ અરસામાં ગુજરાતમાં ઘણાં વ્યવસાયિક શિક્ષકો પણ પેદા થયા. સોના પુરુષાર્થથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં વધુ પડતું અગ્રણી થવા પામ્યું. એ જ અરસામાં મારો પણ શિક્ષક સાથેનો પરિચય થોડો વધી ગયો. ઘણાં શિક્ષકો મારા પરિચયમાં આવ્યા. આ દરમ્યાન ખૂબ શાંત, શીતલ પ્રકૃતિના વિદ્યાપ્રેમી પાદરાના રહેવાસી જૈન શિક્ષક તરીકે શ્રી રમણભાઈ સી. શાહ ગુજરાતની ધરતી ઉપર આગળ પડતું સ્થાન પામ્યા.
અમદાવાદના એક ભાગમાં થોડો શૈક્ષણિક વ્યવસાય પણ ચાલતો હતો. રમણભાઈ આ જગ્યાએ મારા પરિચયમાં આવ્યા. એટલું જ નહીં પણ જૈન સમાજનાં જાણીતા વિદ્વાન પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી એ ધરતી ઉપર બીરાજતા હતા. તેથી રમણભાઈ અવારનવાર ત્યાં આવતાં અને મળવાનું થતું.
પંડિતવર્ય શ્રી રમણલાલ સી. શાહ એક વિદ્વાન સમતોલ સ્વભાવના શિક્ષક હતા. મારી સાથેનો પરિચય વધ્યાં પછી તેઓ મારા જેવા સ્વભાવના વહેણમાં આવી જવા પામ્યા હતા. મારો અંગત પરિચય રમણભાઈ જોડે વધ્યો હતો. એટલે એક દિવસ અમે બન્ને બેઠા હતા. મેં એમને વાત કરી સુજશવેલી ભાસ એ ગ્રન્થ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.નો છે એ પુસ્તકનું ભાષાંતર હતું નહીં એટલે સુજશવેલી ભાસનું સંપાદન કાર્ય રમણભાઈને ચીંધ્યું અને તે માટેની હસ્તપ્રત સુરતના જ્ઞાનભંડારમાંથી મેળવી આપી. તેનું તેઓએ સુંદર સંપાદન કર્યું તે જોઈ સંતોષ થયો અને રમણભાઈમાં રહેલ સુરુચિપૂર્ણ કાર્યશૈલીનો ખ્યાલ આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org