________________
૧૯૬
શ્રત ઉપાસક રમણભાઈ
આવા સ્નેહી રમણભાઈ હંમેશાં યાદ રહેશે...'
|| સાધુ પ્રીતમપ્રસાદ દાસ
દાદર સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા હતા. સ્વામીશ્રીનું આગમન થાય ત્યારે અનેક મહાનુભાવો એમને મળવા, દર્શન કરવા આશીર્વાદ લેવા પધારે.
એ સમયે યજ્ઞપુરૂષ વ્યાખ્યાનખંડનો હૉલ નવો જ તૈયાર થયો હતો. એ સમયે સંપ્રદાયના વિદ્વાન હરિભક્ત શ્રી હર્ષદભાઈ દવેના આમંત્રણથી ડૉ. રમણભાઈ શાહ અત્રે દર્શને પધારેલા. પ્રવચન પણ કરેલું. પ્રમુખ સ્વામીજીનું સાન્નિધ્ય હોય એટલે સહેજે દરેકને એમને મળવાનું કે એમના જ ખાસ દર્શન કરવાનું ઘેલું લાગ્યું હોય.
રમણભાઈએ એ સમયે હર્ષદભાઈ દવે તથા વિદ્વાન સંત પૂ. વિવેકસાગર સ્વામીને કહી રાખેલું કે “પ્રમુખસ્વામી મહારાજ'ને મળ્યા પછી મારે પ્રીતમપ્રસાદ સ્વામીને ખાસ મળવું છે.'
એ સમયે મારી ઉંમર પણ નાની અને આવા વિદ્વાનોનો પરિચય પણ ઓછો. ત્યારે લેખો લખવાનું શીખતો હતો. તેથી એક લેખ લખીને “પ્રબુદ્ધ જીવનમાં મોકલેલો. તેના અનુસંધાનમાં રમણભાઈ મને મળવા માગતા હતા.
તેમણે મને શોધી કાઢ્યો. પછી એકાંતમાં બોલાવીને ખૂબ લાગણીથી વાત કરી કે તમારા લેખમાં આટલી બાબતોની ખામી છે. બહુ લાંબો લેખ છે. થોડો ટૂંકાવીને આપો તો સારું. હું જરૂર છાપીશ.'
સાચી વાત, અને એકાંતમાં કહેવાની રમણભાઈની આ રીત મને બહુ સ્પર્શી ગઈ. તેમણે ખાસ ભલામણ કરીને તે લેખ મગાવીને છાપ્યો.
ફરી એકવાર જૈન રામાયણના આધારે એક લેખ “પ્રબુદ્ધ જીવન માટે મોકલ્યો ત્યારે ૩-૪ મહિના વીતી ગયા પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે રમણભાઈને મેં લખ્યું. “તમારે લેખ ન છાપવો હોય તો પાછો મોકલશો, જેથી અન્ય મેગેઝિન માટે ઉપયોગી થઈ શકે. ખાસ તો એક મેગેઝિનમાં છાપવા આપેલો લેખ બીજે ન આપવો એવો શિષ્ટાચાર હોય છે. તેથી રમણભાઈએ જવાબમાં લખ્યું, “તમારો લેખ ખૂબ સારો છે. તેને હું ચોક્કસ છાપવાનો છું. માટે બીજે છાપવા ન મોકલશો. જવાબ લખવામાં થોડી ઢીલ થઈ છે તો માફ કરશો.’ આ નમ્રતા પણ મને સ્પર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org