________________
શ્વત ઉપાસક રમણભાઈ
ગઈ. જૈન યુવક સંઘના પ્રમુખ તથા પ્રબુદ્ધ જીવન'ના તંત્રી હોવાથી એમને નાના મોટા ઘણાં કામકાજ હોય છતાં મને જવાબ લખી, નમ્રતા દાખવે એ બહુ મોટો ગુણ કહેવાય.
ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બોટાદ પાસેના સારંગપુર ગામે સાહિત્યનું જ્ઞાનયત્ર યોજેલું. જેમાં સ્વામિનારાયણ સંત સાહિત્ય અંગે વિદ્વાનોએ પોતાના પ્રતિભાવ આપેલા. ત્યારે યશવંત શુકલ, રઘુવીર ચૌધરી, ભોગીલાલ સાંડેસરા, હરીન્દ્ર દવે તથા રમણભાઈ શાહ વગેરેનું સાન્નિધ્ય માણવા મળેલું એવું યાદ છે.
એમનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' ભાગ-૧ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ વધુ રસ પડતો ગયો. એ બાબતમાં એમની સાથે ટેલિફોન દ્વારા વાતચીત થતી ત્યારે ઘણું જાણવાનું મળતું.
જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઉપરાઉપરી બે વર્ષ વ્યાખ્યાન માટે તેમણે આમંત્રણ પાઠવ્યું. વળી કહ્યું કે તમારા ગયા વર્ષના પ્રવચનમાં મજા આવી હતી. આ વખતે પણ પધારો એવું આગ્રહભર્યું આમંત્રણ છે. એમની વક્તાની ઓળખાણ આપવાની રીત બહુ સ્પર્શી ગઈ. ખાસ તો વક્તાના વક્તવ્યને અન્યાય ન કરનારી, વક્તાનો સમય ન ખાઈ જાય તેવી રીતે સહેજે યાદ આવે છે. આવા સ્નેહી રમણભાઈ હંમેશાં યાદ રહેશે.
અષ્ટમંગલ'માં એક મંગલ તે વર્ધમાન અથવા વર્ધમાનક છે. એનો અર્થ થાય છે કે જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે “શરાવ'. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવ સંપુટ’ને બદલે ફક્ત “સંપુટ” શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપર નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે.
_D રમણલાલ ચી. શાહ (“જિનતત્ત્વ-ભાગ-૭'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org