________________
૧૯૮
ચુત ઉપાસક રમણભાઈ
પ્રબુદ્ધજીવનના પ્રબુદ્ધ શ્રાવક ડૉ. રમણભાઈ
I શશિકાંત કે. મહેતા ડૉ. રમણભાઈ મારા એક આત્મીય બંધુ હતા. વર્ષો પહેલા, (પ્રાયઃ ૩૨/૩૩ વર્ષ પહેલા) તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતીમાં કોઈ વિદ્યાર્થીની ડૉક્ટરેટ થિસિસનો વાઈવા લેવા આવેલ ત્યારે મારે ઘરે આવ્યા અને મુંબઈ જૈન યુવક સંઘમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક પ્રવચન આપવા આવવાનું નિમંત્રણ આપેલ. પર્યુષણ પર્વમાં સામાન્ય રીતે આરાધના માટે બહાર જવાનું મન ન થાય તેથી જો મને પહેલા દિવસે જ આવવાનું થાય તો આમંત્રણ સ્વીકારી શકું તેવી નમ્રભાવે વાત કરી. તેઓએ તે રીતે આમંત્રણ આપ્યું.
મુંબઈ જૈન યુવક સંઘમાં પ્રવચન માટે જવું એ મારા જીવનની એક અનોખી ઘટના બની હતી. મેં કોઈ દિવસ જાહેર પ્રવચનમાં જવાનું વિચારેલ જ નહીં. મારા જીવનમાં ધર્મ પ્રવચનોની આ પહેલવહેલી શરૂઆત ડૉ. રમણભાઈના આગ્રહથી શરૂ થઈ. જે હું કોઈ દિવસ ભૂલી શકું નહિ. સતત ૨૫ વર્ષ સુધી આ રીતે પર્યુષણના પહેલા દિવસે મુંબઈ પ્રવચન માટે આવવાનું બન્યું હતું જેનો સંપૂર્ણ શ્રેય ડૉ. રમણભાઈને જાય છે.
તે દિવસે પ. પૂ. આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી રાજકોટમાં બિરાજમાન હતા. તેમને વંદન કરવા હું પૂજ્યશ્રી પાસે લઈ ગયેલ. ત્યાં તો જાણવા મળ્યું કે પૂજ્ય આચાર્યશ્રી અને તેમના પિતાશ્રી એક જ ગામના (પાદરા) સરખી ઉંમરના, સાથે ભણતા મિત્રો હતા.
ડૉ. રમણભાઈએ જે ભાવપૂર્વક તેમને વંદન કર્યા તેથી મને ખૂબ પ્રસન્નતા થઈ અને તે વખતે તેમનામાં રહેલ શ્રાવકના દર્શન થયા.
ત્યારબાદ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થતું ત્યારે “રેખા'માં તેમને અચૂક મળવા જતો. તેમની વિદ્વતા અને સાથે જ નિરાભિમાનપણાનો અનુભવ સ્પર્શી જતો.
બે વાર પ. પૂ. જંબૂવિજયજી પાસે અમે થોડા મિત્રો વાંચના લેવા ગયેલ ત્યારે તેમની મેધાનો ખ્યાલ આવ્યો. તારાબેન પણ સાથે ભાવથી વાંચનામાં જોડાયેલ.
તેમની વ્યુત સેવા-ઘણાં પ્રકાશનો દ્વારા ખૂબ ઊંચાઈએ પહોંચેલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org