________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૯૯
અમે મહાવીર જૈન વિદ્યાલયમાં સાથે રહ્યાં છીએ ત્યારે તેઓ કોરાસાહેબની નીચે પ્રાયઃ ગૃહપતિ તરીકે રહ્યાં હતાં. આ વાત ૧૯૫૦ની સાલની છે.
છેલ્લા થોડા વર્ષોથી યુવક સંઘ જે સેવા કરતી સંસ્થાઓમાં દાન આપે છે તેમાં વીસનગરની અમારી આંખની હૉસ્પિટલને પણ તેઓએ એક વર્ષ સંઘ તરફથી દાન આપેલ. ત્યારે મને ખૂબ સંતોષ-આનંદ થયેલ.
મને જે રીતે પ્રવચન માર્ગે ચઢાવ્યો ત્યારે હું હંમેશ હળવી ભાષામાં કહેતો કે હવે મને આપની જેમ લખવાનું પણ શીખવાડો, પણ એ સમય રહ્યો નહિ.
પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ શોભાવ્યું. ધર્મના વિષયમાં વિશદ્ લખાણો તંત્રીપદેથી લખ્યાં.
માનનીય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પછી યુવક સંઘને તથા પ્રવચનમાળામાં તેમણે પ્રમુખપદ સુંદર રીતે શોભાવેલ છે.
ડૉ. રમણભાઈ પ્રબુદ્ધ જીવનના ખરેખર પ્રબુદ્ધ શ્રાવક હતાં. તેમને શત શત વંદના.
સેવાતા દીપને પ્રજવલિત રાખ્યો મૂર્ધન્ય સાહિત્યકાર, ધર્મપ્રેમી, માનવપ્રેમી વંદનીય રમણભાઇના હરિચરણ જવાના સમાચાર મળ્યા. ઘેરા શોકની લાગણી અનુભવી. બાળાઓએ પ્રાર્થનાસભામાં મૌન પાળી, નવકાર મંત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ અર્પી.
યુવક સંઘના નેજા હેઠળ અનેક સંસ્થાઓને અને તેના કાર્યકર્તાઓને તેમણે પ્રોત્સાહિત કરેલ છે. પ્રોત્સાહનના કારણે અનેક કાર્યકર્તાઓ પોતાના કાર્યોને સુંદર ઓપ આપી શક્યા છે. નાના-નાના ગામડામાં જઈને પણ તેમણે સેવાના દીપને પ્રજવલિત રાખ્યો છે. તેમની વાણી અને જ્ઞાન ખૂબ જ વિચારશીલ અને સમાજ ઉપયોગી હતું. મુંબઈ વ્યાખ્યાનમાળામાં આવતા ત્યારે તેમનું હૈયું, મન સૌને ઉમળકાભેર આવકારતું. તેમણે સમાજને, ધર્મને, પરિવારને સાચા અર્થમાં સાક્ષર બનાવવા અથાગ પ્રયત્ન કરેલ છે. આવા વિરલ વિભૂતિની આપણને ખોટ વર્તાશે. પ્રભુ સગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ સનાતન સત્યને સ્વીકારવાની તાકાત આપે તેવી પ્રાર્થના.
| મંથન પરિવારઃ નિરૂબેનના જય જિનેન્દ્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org