________________
૨૦૦
શ્રત ઉપાસક રમણભાઈ
સૌના સ્વજન રમણભાઈ || શ્રીમતી લલિતાબેન શાહ
મહાપુરૂષો જગત છોડતાં છોડતાં આપણને કંઈક ને કંઈક સંદેશો આપતા જાય છે. તે સંદેશાને ઝીલવા માટે આપણી જેટલી પાત્રતા હોય તેટલો જ સંદેશાને ગ્રહણ કરી શકીએ. તેવી જ રીતે–પૂ. રમણભાઈના જીવનમાંથી આપણે ઘણો જ બોધ લેવા જેવો છે. સરળ અને મિલનસાર સ્વભાવ, નિરઅભિમાનીપણું, પદ માટે નિસ્પૃહીપણું વગેરે તેમનામાં રહેલા ગુણો આપણામાં પ્રગટાવવા જેવા છે. ન અહં ન મમ નો મંત્ર તેમના જીવનમાં વણાઈ ગયો હતો. નાનામાં નાના માણસોની સાથે પ્રેમથી વાત કરે, સાદાઈ અને સદાચાર વાળું જીવન, તથા ચિત્ત પ્રસન્નતા તેમનામાં જોવા મળતી. સાયલા આવે ત્યારે જમવાના ટેબલ ઉપર એકાદ જોક્સ કહેતા અને બધાંને નિર્દોષ આનંદ કરાવતા. સ્વભાવે એક નિર્દોષ બાળક જેવા હતા. નાનાં સાથે નાનાં અને મોટાં સાથે મોટાં થઈ શકતા. તેમના જીવનમાં જરા પણ પ્રમાદ જોવા ન મળતો.
અમારા સદ્ભાગ્ય છે કે પૂ. રમણભાઈ તથા પૂ. તારાબેન પુસ્તક લખવાના કામ માટે સાયલા રહેવા આવતાં. પૂ. રમણભાઇએ રાત-દિવસ જાગીને અધ્યાત્મસાર” તથા “જ્ઞાનસાર' રૂપી અમૂલ્ય ખજાનો સહુને આપ્યો. પોતાની શુદ્ધ પરિણતિમાંથી જ્ઞાનગંગા વહેવડાવી અમારી ઉપર ઉપકાર કરી ગયા છે. માટે અમે તેના ઋણી છીએ. ઘણાં સંતો સાધુ-સાધ્વીઓને જ્ઞાનના લાભનું કારણ થાય તેવાં કામો પૂ. રમણભાઈ કરી ગયા છે. એ રીતે તેમણે મનુષ્ય જન્મ કૃતાર્થ કર્યો છે, સફળ કર્યો છે.
જ્ઞાનદાન એ તો બધા જ દાનમાં ઉત્તમદાન છે. એવું દાન તેમણે કર્યું છે. તેમને પૂ. તારાબેનનો સાથ અને સહકાર હોવાથી પૂ. રમણભાઈ આવું ભગીરથ કાર્ય કરી શક્યા. રમણભાઈ મુમુક્ષુ હતા. મોક્ષ માર્ગના પ્રવાસી હતા. એ નિયમ છે કે કોઈ વ્યક્તિ મોક્ષમાર્ગની યાત્રા કરવા માગતા હોય તો તેને મદદ અને અનુકૂળતા આપનાર હોય જ.
તેમણે જીવનના અંત સુધી જરા પણ પ્રમાદને સેવ્યો નથી. સદા પ્રવત્તિમય રહ્યા. તેમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ એવી દઢ હતી કે સાયલા આવે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org