________________
શુત ઉપાસક રમણભાઈ
૨૦૧
અચૂક પૂજા કરવા પણ જતા. પૂ. રમણભાઇના નામ તેવા જ ગુણ તેમનામાં હતા. રમણભાઈ પરની રમણતાને તોડી સ્વની રમણતાનો પુરુષાર્થ કરી રહ્યા હતા.
પૂ. બાપુજી પ્રત્યે તેમને અનન્ય અહોભાવ હતો અને પૂ. બાપુજીને પણ પૂ. રમણભાઈ તથા પૂ. તારાબેન પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય હતું. આવા પંચમકાળમાં આવા ભદ્રિક જેમાં એક પણ અવગુણ શોધવો હોય તો ન મળે. એવા પૂ. રમણભાઈ હતા.
જે વ્યક્તિનો ઉપયોગ જ્ઞાનમય થઈ ગયો હોય તેને બહાર ઉપયોગ હોય નહિ. દા. ત. એક ગ્રંથકારે ગ્રંથ લખવાનું શરૂ કર્યું. તેની પત્ની તેને મીઠા વગરની ભોજનની થાળી તેની બાજુમાં મૂકી આવે. વચ્ચે સમય મળે ત્યારે ભોજન કરી લે, પણ તેનો ઉપયોગ ભોજન કરતી વખતે તેમાં નહોતો. એટલે તેમને ખબર નહોતી પડતી કે ભોજન મીઠા વગરનું છે. જ્યારે ગ્રંથ લખવાનો પૂરો થયો ત્યાર પછી ગ્રંથકાર ભોજન કરે છે ત્યારે તેમના પત્નીને કહે છે કે આજે કેમ ભોજનમાં મીઠું નાંખવાનું ભૂલી ગયા છો ? ત્યારે તેમની પત્નીએ કહ્યું કે હું તો દરરોજ મીઠા વગરનું જ ભોજન આપને આપતી હતી. પરંતુ તમારો ઉપયોગ ભોજનમાં ન હતો, પણ ગ્રંથ લખવામાં હતો એટલે આપને ખબર ન પડી કે તેમાં મીઠું નથી. ગ્રંથ પૂરો થતાં ઉપયોગ બહાર આવ્યો ત્યારે લક્ષ ગયું કે ભોજનમાં મીઠું નથી.
તેવી જ રીતે પૂ. રમણભાઈનો ઉપયોગ પણ લેખનમાં જ રહેતો હશે ? પરમ તત્ત્વની પ્રાપ્તિ માટેનો તેમનો પુરુષાર્થ સફળ થાય અને સિદ્ધત્વને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
મુમુક્ષુ, શ્રી રાજસોભાગ આશ્રમ, સાયલા
માનવતાવાદી સજ્જન શ્રી રમણભાઈના ચાલ્યા જવાથી ફક્ત ગુજરાતી નહી પણ ભારતીય તેમ જ જૈન સમાજે પ્રખર ચિંતક- સાહિત્યકાર - કેળવણીકાર ઉપરાંત માનવતાવાદી ખરા સજ્જન ગુમાવ્યા છે.
પ્રકાશ મોદી, ટોરેન્ટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org