________________
૨૦ ૨
ચુત ઉપાસક રમણભાઈ
શુભ મનોવૃત્તિનું અંગરખું
D ડૉ. વિક્રમભાઈ શાહ કોઈ એમ કહે કે ડૉ. રમણભાઈના જીવનનું ગોરવ માત્ર એક જ વાક્યમાં સમાવિષ્ઠ કરીને કહો તો એમ કહેવાય કે “ગુરુ ગૌતમ પ્રત્યે ઉભરતો અથાગ ભક્તિભાવ કે જે જીનેશ્વરની વિતરાગતામાં તન્મયપણે ઠલવાતો ગયો.' સદાયે શુભ મનોવૃત્તિનું અંગરખું પહેરીને ડૉ. રમણભાઇએ સદાચારી, આદર્શ ગૃહસ્થ જીવન જીવી બતાવ્યું.
તુલનાત્મક દૃષ્ટિ અને માધ્યસ્થ પરિણામોને કેળવી તેઓ જ્યારે પોતાનો અંગત અભિપ્રાય આપતા ત્યારે તેમાં માધુર્યભર્યું સત્ય ઉભરાતું. તેમની પરિપક્વ પ્રૌઢ શૈલીમાં કટુતા કે પરનિંદા ક્યારેય નહોતી.
પોતે વ્યાપાર વ્યવસાય કરી શકે એવા સમર્થ હોવા છતાં સંતોષી રમણભાઈએ આખુંય જીવન શ્રેષ્ઠ અધ્યાપક તરીકે જ્ઞાનની લહાણી કરી. શિક્ષણ અને સાહિત્યના માધ્યમ વડે પોતાના મૌલિક વિચારોને ધરી સમાજસેવા કરનાર રમણભાઇએ જૈન દર્શનના સિદ્ધાંતોની સમજણ સાદી સરળ ગુજરાતી ભાષામાં આપી આપણા સ ઉપર મોટો ઉપકાર કર્યો છે.
શ્રી રાજ સૌભાગ આશ્રમ-સાયલા સાથેનો ડૉ. રમણભાઈનો ગાઢ સંબંધ રહ્યો. તેની શરૂઆત ૧૯૯૦માં થઈ. પૂ. બાપુજી ગુરુદેવ શ્રી લાડકચંદભાઇના સ્વાધ્યાયોને “શિક્ષામૃત” પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું હતું, જેનું પ્રકાશનકાર્ય ડૉ. રમણભાઈની નિશ્રામાં થયું અને ત્યાર પછી માહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત અધ્યાત્મ-સાર તેમ જ જ્ઞાનસાર જેવા દળદાર અધ્યાત્મશાસ્ત્રોનો વિશેષાર્થ તત્ત્વચિંતક ડૉ. રમણભાઈએ કરી આપ્યો અને આશ્રમ દ્વારા તે પ્રકાશિત પણ થયા. ડૉ. રમણભાઈના શુભ હસ્તે થયેલા અનેક કાર્યોમાં આ કળશરૂપ સર્વોત્તમ કાર્ય ગણી શકાય.
આ ત્રણેય પુસ્તકોના લેખન માટે તેઓ તથા તેમના ધર્મપત્ની આદરણીય પ્રો. તારાબહેન ફરી ફરી સાયલા આશ્રમમાં આવીને રહેતાં. આશ્રમના નિવાસ દરમ્યાન ડૉ. રમણભાઈ તેમજ તારાબેન સાથે નિકટ પરિચય કેળવાયો. ઉચ્ચ વિચારો અને દંભ વગરનું શ્રુતપાસના સાથેનું પવિત્ર જીવન, જિનેશ્વર ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org