________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૦૩
પ્રત્યેનો ઉત્તમ પૂજ્યભાવ, પતિ-પત્નીનો પૂરકપ્રેરક મીઠો સુમેળ, બન્નેના પ્રેમાળ અને મિલનસાર વ્યક્તિત્વ સૌની સાથે મીઠો સંબંધ બાંધી સૌને પોતાના મિત્ર બનાવી દીધા પછી તે આશ્રમમાં રહેતા સાધકો હોય કે કામ કરતો અનુચર.
ડૉ. રમણભાઈને આશ્રમની પ્રવૃત્તિઓ તેમ જ તેના પ્રણેતા પ. પૂ. બાપુજી પ્રત્યેનો અનેરો પ્રશસ્ત ભાવ વેદાયો હતો કે જે તેમણે પૂ. બાપુજીના દેહવિલય બાદ “પ્રબુદ્ધ જીવન'ની લેખમાળામાં આલેખ્યો છે.
ડૉ. રમણભાઈ આખાય જૈન સમાજનું ગૌરવ, રત્ન સમાન હતા. વ્યવહારકુશળ ડૉ. રમણભાઇ સમયની બાબતમાં હંમેશાં સભાન રહેતા. તેઓ યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેતા તેમ જ તે કાર્યોનું આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરતા. સાક્ષર છતાંય ખૂબ સૌમ્ય હતા. તેઓની વિદ્વતાનો ભાર કોઇને ક્યારેય નથી લાગ્યો. ગુણોના ભંડાર છતાંય લધુતભાવમાં જીવતા રમણભાઈ નાના માણસને પણ ખૂબ પ્રેમથી બોલાવે. સામેવાળી વ્યક્તિના નાના ગુણોને પણ થાબડે. તેમની ઉપસ્થિતિમાં સર્વ મોકળાશ અનુભવતા. ગમે તેવું તંગ વાતાવરણ હોય પણ તેઓનો રમૂજી સ્વભાવ સૌને હળવા કરી દેતો. આવા રમણભાઈ પ્રત્યે આપણા હૃદયમાં સહજ પ્રેમ આદર જાગે.
વિવેકી માણસ સમાજ માટે દીવાદાંડી બને છે. ૭૦ જેટલા દેશોમાં સફર કરનાર ડૉ. રમણભાઈની વિદ્વતાએ માત્ર તેઓના જ નહીં પણ બીજા અનેકના જીવનપથને પ્રકાશિત કર્યા. માનવનું મૂલ્ય બહુશ્રુતતાથી વધે છે એમ તેનું જીવન શીલથી શોભે છે. ફૂલ જેમ સૌરભથી સુવાસિત થાય છે તેમ જ્ઞાન ચારિત્રથી શોભે છે. ડૉ. રમણભાઈ આવા જ કોમળ સર્વને ગમતા સહુના મનમાં વસી ગયેલા હતા.
ડૉ. રમણભાઈના માર્ગદર્શન હેઠળ અનેક સંશોધકોએ અલગ અલગ વિષયો ઉપર મહાનિબંધ લખી ડૉક્ટરેટની પદવી મેળવી છે. ડૉ. રમણભાઈની ખોટ આવતા અનેક વર્ષો સુધી વેદાશે. પાસપોર્ટની પાંખે નહીં પણ સત્કર્મો અને સત્કાર્યોની પાંખે ઊડી રહેલા રમણભાઈના આત્માએ ચોક્કસપણે નવું દિવ્ય સંઘાયણ ઉત્કૃષ્ઠયોગબળને પ્રાપ્ત કરી જોમવંત પુરુષાર્થ આરંભ્યો હશે. તેઓ ત્વરાએ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે એવી પ્રભુ પાસે અભ્યર્થના. તેમના આત્માને ત્રિયોને વંદન કરી સતત તેમનું જીવન આપણા સોને પ્રેરિત કરતું રહે તેવી પ્રાર્થના. -મુમુક્ષુ, શ્રીમદ્ રાજસોભાગ આશ્રમ-સાયલા
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org