________________
૨૦૪
શ્રુત ઉપાસક રમણભાઈ
સગુણોથી છલોછલ વ્યક્તિત્વ
I શ્રી મહેશભાઈ ખોખાણી આદરણીય ડૉ. શ્રી રમણભાઈ શાહ એટલે મારે મન નેહ, સૌહાર્દ અને સજ્જનતાથી છલોછલ વ્યક્તિત્વ. પ્રેમાળતા, નમ્રતા અને પ્રસન્નતા એ તેમની “ખરચે ન ખૂટે જાકો ચોર ન લૂટે' એવી સંપત્તિ હતી.
તેમનો પ્રથમ પરિચય મને થયો આજથી અગિયાર વર્ષ પહેલાં પ.પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈએ, પોતાના માતા, પિતાની ભાવનાને માન આપી કોઈ આધ્યાત્મિક વિષય પર પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું હતું. અને એ માટે તેઓશ્રીને એવા “ગાઈડ જોઈતા હતા કે જેમને ભાષા સમૃદ્ધિ સાથે તત્ત્વરુચિ પણ હોય, જેમના હૈયે ધર્માનુરાગ સાથે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો ગુણાનુરાગ પણ વસેલો હોય. આવા “ગાઈડ' તેમણે શ્રી રમણભાઈમાં દીઠા. પરંતુ ત્યારે રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપન વિભાગમાંથી નિવૃત થઈ ચૂક્યા હતા. શ્રી રમણભાઈ પૂ. ગુરુદેવશ્રીના શોધપ્રબંધના કાર્યમાં માર્ગદર્શન આપી શકે એ માટે યુનિવર્સિટી પાસેથી વિશિષ્ટ અનુમતિ મેળવવાના કાર્ય સંબંધમાં શ્રી રમણભાઈને વારંવાર મળવાનું થયું. અને ગંભીર, ભારેખમ મુખાકૃતિવાળા માસ્તરને બદલે હસમુખા, મળતાવડા, આત્મીયતા રેલાવતા વિદ્વાન વડીલ અમને મળ્યા ! પ્રથમ મુલાકાતમાં વાત વાતમાં સામેવાળાને પોતાના કરી લેવાની તેમની સહજ કળાનો પરિચય મળ્યો અને એ પોતાપણું-એ આત્મીયતાનું ખેંચાણ પછી તો કયારેય તૂટયું નહીં...
અમે તેમને પ્રેમાદરથી ‘સર’ કહેતા. “અમે” એટલે પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ સાથે ભક્તિ, આદર કે સ્નેહથી જોડાયેલા ધર્માનુરાગી જીવો. ‘સર’ અમારા પ્રાયઃ દરેક મોટા પ્રસંગમાં આયોજનમાં, મહોત્સવમાં ઉપસ્થિત રહેતા. તેમણે માત્ર પીએચ.ડી.ના શોધ પ્રબંધમાં કે તેને ગ્રંથરૂપે નિર્માણ કરવાના મહાકાર્યમાં જમાર્ગદર્શન નથી આપ્યું. સંસ્થાનાં અનેક નાના-મોટા કાર્યમાં તેમની વિદ્વતા બહુશ્રુતતા, દીર્ધદષ્ટિવ્યવહારકુશળતા વગેરેનો ભરપૂર લાભ અમને મળ્યો છે.
થોડાં વર્ષ પૂર્વે ધરમપૂરમાં આશ્રમ માટે “મોહનગઢની જગ્યા લેવામાં આવી ત્યારે જ તેમણે સૂચન કર્યું હતું કે તે સ્થળની આસપાસ આવેલી જમીન પણ જો ખરીદી લેવામાં આવે તો આશ્રમની અન્ય ભાવિ મોટી યોજનાઓમાં ઉપયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org