________________
શુત ઉપાસક રમણભાઈ
૨૦૫ બનશે. આજે માત્ર ૪-૫ વર્ષના ટૂંકા ગાળામાં આશ્રમના કાર્યશ્રેત્રનો વ્યાપ જે રીતે વિસ્તર્યો છે એ જોતાં અને સાથે, જમીનનો ભાવ બે-ત્રણ ગણો વધી ગયો છે એને લક્ષમાં લેતા...'સર'નું સૂચન કેટલું દૂરંદેશીપૂર્ણ હતું તે સમજાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પી.એચ.ડી. કરવાનું પૂ. ગુરુદેવ દ્વારા નિર્ણિત થયું અને શોધપ્રબંધના કાર્ય અર્થે ‘સર’ સાથે જુદી જુદી જગ્યાએ જવાનું, રહેવાનું થતાં તેમના નિકટ પરિચયનો લહાવો મળ્યો. તેમની સાથે હોઈએ ત્યારે સમય હંમેશ તૃતગતિએ વહેતો. મુસાફરીમાં કલાકો કયાં નીકળી જતા તેનો ખ્યાલ રહેતો નહીં. જરૂરી વિષયો પર વિદ્વતાપૂર્ણ અભિપ્રાય આપવાની સાથે તેઓ અનેક મુદ્દાઓ પર મોકળા મને હસાવતા. તેમનો વિનોદ હંમેશા નિર્દોષ અને નિર્દેશ રહેતો. વળી એ વિનોદની ધાર કયારેય અન્યને કાપતી ન હતી. તેઓ પોતાના પર કે તેમનાં પત્ની તારાબેન પર જોક કરતા અને હાસ્ય રેલાવતા, પણ મને એ બરાબર યાદ છે કે કયારેય અન્યના ભોગે કે અન્યની નિંદા કરીને તેમણે હાસ્ય જગાવ્યું ન હતું.
‘સર’ વાલકેશ્વરમાં મારા શ્વસૂરના ઘરની નજીક રહેતા. જ્યારે પણ સાસરે જવાનો પ્રસંગ આવતો અને તેમને અચૂક મળવાનું થતું અને ત્યારે પણ બે કલાક પહેલાં કયારેય ઊઠવાનું બન્યું ન હતું. આવો હતો તેમનો પ્રેમાળ, નિખાલસ, સાલસ સ્વભાવ.
આદરણીય સર સમાજમાં માત્ર ભાષા કે સાહિત્યના ક્ષેત્રે કે વ્યક્તિગત સ્તરે માત્ર હાસ્ય કે પ્રેમના જોરે પ્રતિષ્ઠિત ન હતા. તેમનો જિનશાસન પ્રત્યેનો પ્રેમ તથા પૂજા, સામાયિક, સ્વાધ્યાયાદિ આદિ ધર્મસાધના પ્રત્યેનું સમર્પણ એ પણ તેમના વ્યક્તિત્વનું અનુસરણીય અને ઉદાત્ત પાસું હતું. પ્રતિકૂળ સંજોગોમાં તેમનાં અનુષ્ઠાનોની નિયમિતતા ઊડીને આંખે વળગતી હતી.
અનેક ગુણોમાં રમણતા કરી પોતાનું નામ સાર્થક કરનાર સર હવે સદેહે ભલે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ તેમના ગુણોની સુવાસ થકી તથા તેમનાં વિપુલ સુશિષ્ટ સાહિત્યસર્જન થકી તેઓ આજે, આ ક્ષણે પણ આપણી સાથે જ છે. એ ગુણોની વૃદ્ધિ કરતાં જઈ આપણે તેમને આપણી વચ્ચે અને આપણી ભીતર સજીવન કરતાં જઈએ અને એ રીતે તેમને અંજલિ અર્પીએ એવી શક્તિ માટે પરમકૃપાળુદેવ પરમાત્માને પ્રાર્થના. શ્રી ગુરુચરણાર્પણમસ્ત || - મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org