________________
શ્રુત ઉપાસક રમણભાઈ
અક્ષર દેહે જીવંત રમણભાઈ
D ચિત્રભાનુ
ધર્મપ્રિય તારાબેન અને તમારો પ્રેમી પરિવાર,
છમહિનાથી ધર્મયાત્રા નિમત્તે ભારત બહાર હતો. આવતાં જ તમારા ફોનથી શ્રી રમણભાઈના પાછા થયાના સમાચાર સાંભળ્યા. આવા વિયોગના સમાચાર આપતાં પણ તમે જે ચિત્તથી સ્વસ્થતા જાળવી છે તે તમારી સમજણ અને સાધનાનું પરિણામ છે.
શ્રી રમણભાઈ ગયા નથી પણ પાછા થયા છે. ધર્મી આત્માઓની વિદાય એ તો પશ્ચિમમાં પણ farewell કહેવાય છે.
આપણે જાણીએ છીએ કે જ્યાં જન્મ છે, ત્યાં મૃત્યુ છે જ, ભલે અજ્ઞાનીને દેખાતું ન હોય, ભલે પ્રતિષ્ઠા અને પાપાનુબંધી પુણ્યને લીધે એ મોહમાં મસ્ત હોય પણ મૃત્યુ તો જન્મમાં છુપાયેલું છે જ.
જન્મ અને મરણ રાત અને દિવસની જેમ અનાદિ કાળથી મોહમત્ત આત્માઓને કાળચક્રમાં ભમાવ્યા જ કરે છે પણ જેને નમો અરિહંતાણનું અમૃત અંતરમાં ઉતરી ગયું છે એને તો સાધનાને અંતે આવતું મૃત્યુ મુક્તિ પ્રત્યેનું પ્રયાણ છે. રાગદ્વેષને પાતળા કરતાં કરતાં પોતાના પરમાત્મ સ્વરૂપનું દર્શન કર્યાનો ઉત્સવ છે.
શ્રી રમણભાઈ સ્થૂલ દેહે નથી પણ એમણે જે ધર્મવર્ધક કાર્યો કર્યા છે, વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો છે, જૈન યુવક સંઘના નેતૃત્વમાં ચાલતી પર્વાધિરાજ પર્યુષણની વ્યાખ્યાનમાળામાં પ્રાણ પૂર્યા છે અને જે સાહિત્ય સર્જ્યું છે તે તો અક્ષર દેહે જીવંત છે જ.
ધર્મી આત્માઓની વિદાય આત્મ જાગૃતિનું પ્રભાત બનો એવી અભ્યર્થના.
૧૯૫
જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે. ] રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૭'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org