________________
૧૯૪
શ્રત ઉપાસક રમણભાઈ
શ્રી રમણભાઈ–પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ
1 પૂ. યોગેશભાઈ શ્રી રમણભાઈનું વ્યક્તિત્વ એક પ્રબુદ્ધ વ્યક્તિત્વ હતું. શ્રી રમણભાઇના પરિચયમાં આવવાનું ઘણીવાર બનેલું. એમના વિશે શું કહેવું ? મને શબ્દો નથી મળતા. એમનો હસતો ચહેરો, શાંત સ્વભાવ, મુખ ઉપર સૌમ્યતા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. એમણે જે જે સમાજની સેવા કરી છે તે અવર્ણનીય છે. એમના “પ્રબુદ્ધ જીવનમાં જે વિદ્વતા અને તત્ત્વજ્ઞાન ભર્યા લેખો આવતા તે સમસ્ત જૈન અને જેને ત્ત૨ સમાજને ખૂબ જ ઉપયોગી અને સત્યનો રાહ ચીંધનાર બની રહેતા. તેમની ઊંડી સમજ અને ધર્મ વિષયક સાત્ત્વિક લખાણ અદભૂત છે. ભલે તેઓ દેહથી ચાલ્યા ગયા હોય પણ તેમના સાહિત્યમાં તો આજેય તેઓ પ્રત્યક્ષ છે. મારા અનુભવ મુજબ કહી શકું કે તેમનો જૈન ધર્મ અને જૈનેતર ધર્મનો અભ્યાસ ઊંડો હતો તે હું બરાબર જાણું છું. તેમના માર્ગદર્શન સાથે સમાજની ઘણી વ્યક્તિઓએ જૈન ધર્મના વિષયો ઉપર પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. એમની સાથેના સંબંધથી અમને પણ ઘણો લાભ થયેલ છે. તેમના સરળ અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વને લીધે જે કોઈ વ્યક્તિ તેમના પરિચયમાં આવે તો તે તેમને કદી ભૂલી શકતી નહીં. તેમના અવસાનથી જૈન સમાજ અને સાહિત્ય જગતને પડેલી ખોટ કદી પૂરી શકાશે નહીં.
શ્રીમદ્ રાજચંદ્રભવન ટ્રસ્ટ, ઈડર
વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મને થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે.
|રમણલાલ ચી. શાહ ( જિનતત્ત્વ-ભાગ-૭'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org