________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૯૩
સુધારવાની ઇચ્છાથી જ આ અભ્યાસ કર્યો હતો, તેથી પ્રકાશન માટે અસંમતિ જણાવી. તેમ છતાં શ્રી દલસુખભાઈ અને ડૉ. રમણભાઈના આગ્રહથી થિસિસ ‘શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ' નામે જીવનમણિ સાચન માળા તરફથી પ્રસિદ્ધ થઈ. મારી પૂર્વ વિચારણા અનુસાર તેમાંથી એક પૈસાની પણ કમાણી ન કરવાના ભાવથી કોપીરાઈટ અને રોયલ્ટી છોડી દીધાં હતાં.
આ પછીથી ડૉ. રમણભાઈ અને તારાબહેન સાથેનો સંપર્ક તથા પ્રેમતંતુ જળવાઈ રહ્યો છે. અને અમે એકબીજાના જીવનથી સુમાહિતગાર રહીએ છીએ. જેમાં તેઓ બંનેએ લૌકિક જીવનમાં, સાહિત્ય ક્ષેત્રે તથા આધ્યાત્મિક જીવનમાં જે પ્રગતિ કરી છે, તે બધાને આધારે જે વિધાન આ લેખના આરંભમાં કરેલ છે, તેને સમર્થન મળી રહે છે. તેઓ પાસે અતિ અતિ દુર્લભ એવાં માનવતા, સત્ ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને પુરુષાર્થ છે. જે ભાવિમાં સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત કરવા તેમને ત્વરાથી સમર્થ બનાવે, એવી શ્રી પ્રભુને મારી નમ્ર પ્રાર્થના છે. જગતના સહુ જીવો સંસારના પરિતાપોથી છૂટે એ ભાવના સાથે વિરમું છું.
જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થંકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાનજ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ‘ઉપદેશપ્રાસાદ’માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે ઃ श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ।।
શ્રુતજ્ઞાનની આશાતના ત્યજ્વી જોઇએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો.
Jain Education International
રમણલાલ ચી. શાહ
(‘જિનતત્ત્વ-ભાગ-૭'માંથી)
For Private & Personal Use Only
www.jainelibrary.org