________________
૧૯૨
શ્વત ઉપાસક રમણભાઈ
પાના મેં ટાઇપ કરી આપ્યા, મારો ખર્ચ નીકળી ગયો. અને સરને મેં ટાઈપરાઈટર સુપરત કરી દીધું. પોતાના વિદ્યાર્થીના જીવનની સુવિધા માટે તેઓ કેવી સમભાવી કાળજી રાખતા હતા, તે આ પ્રસંગ પરથી સમજાશે.
આ બધા કાર્યમાં મને પ્રો. તારાબહેનનો સાથ પણ ઘણો મળતો હતો. કામ હોય ત્યારે તેમના ઘરે જઈ કાર્ય પતાવતી. તે વખતે તેમના બંને બાળકો શૈલજા અને અમિતાભ નાના હતા, તેમની સાથે રમતગમત પણ કરતી. અને કુટુંબી સભ્ય જેવો આનંદ તેમની પાસે મેળવતી હતી.
૧૯૬૫-૬૬ ના વર્ષના ગુજરાતી પ્રકાશનોનો વિવેચનાત્મક અહેવાલ ડૉ. રમણભાઇએ તૈયાર કરવાનો હતો. થિસિસ પૂરી થઈ હોવાથી અહેવાલની કોપી તૈયાર કરવામાં મેં મદદ કરી હતી. આમ થિસિસ પૂરી થયા પછી પણ મને પ્રવૃત્તિશીલ રાખવા સહાય કરી હતી.
ઇ. સ. ૧૯૬૬ ના મે મહિનામાં મારો વાઈવા યોજાયો. ખૂબ ઝીણવટભરી તપાસ થઈ. થોડા દિવસ બાદ તેમણે જણાવ્યું કે તમારી થિસિસ પાસ થઈ ગઈ છે, અને “આત્મવિકાસ'નું પ્રકરણ દલસુખભાઈને ખૂબ ગમ્યું છે. ઘણાં વર્ષો બાદ મને તેમનો રિપોર્ટ જોવા મળ્યો. તેમના રિપોર્ટમાં આગળના પ્રકરણોની સવિગત નોંધ લીધા પછી લખ્યું છે કે, “....પણ આ બધાને ટપી જાય તેવું કાર્ય તો લેખિકાએ સમગ્ર વાંગ્મયનો સૂક્ષ્મ અભ્યાસ કરીને શ્રીમદ્નો જે આધ્યાત્મિક જીવન-વિકાસ આલેખ્યો છે, અને ભારતીય સંતોની પરંપરામાં શ્રીમદના જીવનની જે ઉચ્ચ ભૂમિકા હતી, તેને જે રીતે વ્યક્ત કરી છે, તે છે. આખો નિબંધ ન હોત અને માત્ર શ્રીમદ્ભા આ આધ્યાત્મિક જીવનનું તારણ લેખિકાએ જે રીતે સુસંવાદ રીતે, લખાણોમાંથી આધાર ટાંકીને કરી બતાવ્યું છે, તે જ માત્ર હોત તો તે પણ લેખિકાની સંશોધન શક્તિના પૂરાવા રૂપે બનત અને એટલા માત્રથી પણ તેમને Ph.D. ની ઉપાધિને યોગ્ય ઠરાવત-એ પ્રકારનું સમર્થ રીતે એ પ્રકરણ લખાયું છે.' - ઈ. સ. ૧૯૬૭ માં કૃપાળુ દેવની જન્મ જયંતિ આવતી હતી. એ માટે કોઈ ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કરવાની શ્રી જીવનમણિ સવાચન ગાથા ટ્રસ્ટની ઇચ્છા હતી. જે ઇચ્છા ટ્રસ્ટના સંચાલક શ્રી લાલભાઇએ મુ. શ્રી દલસુખભાઈ પાસે વ્યક્ત કરી હતી. તેમણે મારી થિસિસ માટે યોગ્યતા બતાવી, તેથી જીવનમહિનો ગ્રંથ પ્રકાશિત કરવાની પરવાનગી માગતો પત્ર આવ્યો. પણ મેં મારા જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org