________________
૩૮૮
શ્રત ઉપાસક રમણભાઈ
જીવનનો એક લ્હાવો
1 ભારતીબહેન શાહ
પૂ. રમણભાઈની વિદાયથી જૈન સમાજનો એક મહાન સિતારો ખરી પડ્યો છે. એમની ખોટ અચૂક લાગશે. એમનો એ હસતો ચહેરો, તેજસ્વી મુખ ક્યારે પણ ભુલાશે નહિ.
જૈન યુવકસંઘની વ્યાખ્યાનમાળામાં હું છેલ્લા ૩૫ વર્ષથી જાઉં છું. એકપણ વ્યાખ્યાન મેં છોડ્યું નથી. પહેલી હરોળમાં જ હું બેસું છું. દરેક વર્ષે નવા નવા વક્તાઓને જુદા જુદા વિષયો આપીને આપણી સમક્ષ એ લાવ્યા છે. આપણને સાંભળવાની એ તક મળી તે બદલ રમણભાઈનો આભાર. તેઓ વર્ષ દરમિયાન સારા વક્તાઓ લાવવા ખૂબ જ મહેનત કરતા. હું તો એક સામાન્યગણની શ્રોતા છું. ક્યારેક કોઈ વ્યાખ્યાન ન સમજાય તો પણ તે વક્તાનું વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. આખી વસ્તુનો નીચોડ ખૂબ જ સરસ રીતે કહેતા. આ મંચ પરથી મને તો ઘણું જાણવા એ શીખવા મળ્યું છે, તે બદલ અંતઃકરણથી રમણભાઈનો આભાર.
તેઓ એક પ્રેમાળ, ધર્મશ્રદ્ધાળું, ઉત્તમ વિચાર ધરાવતા, ગંભીર પરગજુ અને જ્ઞાનના તો ભંડાર હતા. એમનું જ્ઞાન તો એવું હતું કે દુનિયાના કોઈપણ વિષય પર તેઓ સહજતાથી ચર્ચા કરી શકતા. આપણને કાંઈના સમજાય ને એમની પાસે ગયા હોઈએ તો એવી સરળતાથી સમજાવી દે કે આપણા દિલ દિમાગમાં એ છવાઈ જાય. હસતાં હસતાં ઘણી અઘરી સમસ્યાનો ઉકેલ લાવી દે. એમનું વ્યાખ્યાન સાંભળવું એક અનુપમ લહાવો હતો. સરળતાથી, સચોટ દાખલાઓ સાથે, કડીબદ્ધ (પોઈન્ટ ટૂ પોઈન્ટ) અને હળવી રીતે અપાતું એમનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લહાવો હતો. પ્રબુદ્ધ જીવનમાં એમનો તંત્રીલેખ વાચવાની ખૂબ મજા આવતી. એની તે રાહ જોતી ક્યારે એ પત્રીકા (મેગેઝિન) આવે? તેઓ જે વિષય પર લખે તે ખૂબ જ ઉંડાણથી, વિસ્તારપૂર્વક સમજાવતા. વ્યક્તિ માટેનો લેખ હોય તો એની બધી જ નાનીમોટી આદતો અને પ્રસંગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org