________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૮૯
આલેખતા. એટલું ઝીણવટથી લખતાં કે આપણને લાગે કે આપણે તો એ વ્યક્તિને ઓળખીયે જ છીએ. ‘‘પાસપોર્ટની પાંખે’’પુસ્તક વાંચતા તો એવું જ લાગે કે હું તો પૂરી દુનિયાની સફર કરી આવી. આ.... જ તો એમની ખૂબી હતી.
રમણભાઈ સાથે કરેલો પ્રવાસ એ મારી જિંદગીની યાદગાર ક્ષણ બની ગઈ છે. હું એમની સાથે દોશીકાકાની આંખની હોસ્પિટલ - ચિખોદરા, આણંદની બાજુમાં આવેલી છે ત્યાં સંસ્થાની પ્રોજેક્ટનો ચેક આપવા સાથે ગઈ હતી, ત્યારે તેઓ એક દીકરીની જેમ મારી નાની-મોટી દરેક બાબતનું ધ્યાન રાખતા. ત્યાંથી અમે આજુબાજુનાં નાના-નાના ગામડાંની મુલાકાત લીધી હતી. ત્યાં આંખના ઓપરેશનના કેમ્પ રાખ્યા હતા. તેઓ દીવો પ્રગટાવીને કેમ્પની શરૂઆત કરતા. રમણભાઈ-તારાબેન દીવો પ્રગટાવે ત્યારે મને પણ બોલાવીને એ કાર્યની સહભાગી બનાવી હતી. આવું કોણ કરે ? કશેક બોલવાનું હોય તો તરત જ કહે - ભારતી બે શબ્દ બોલ તારી હિમ્મત ખૂલી જશે. આવો પ્રેમ અને મમતા હવે ક્યાં મળશે.? એ પ્રવાસ તો હું મારી જિંદગીમાં ક્યારેય નહિ ભૂલું. પ્રવાસ દરમિયાન બસમાં પણ જ્ઞાન સાથે ગમ્મત કરાવતા. રસ્તો ક્યાં કપાઈ જતો એ ખબર ના પડતી. ઘણીવાર હસતાં હસતાં કહેતા કે તમે તો રાત્રે આકાશમાં તારા જુઓ છો, પણ હું તો દિવસે પણ ‘તારા’ જોઉં છું. ખરેખર મારા માટે તારાબેન-રમણભાઈ એક આદર્શ અને પ્રેમાળ દંપતીનું ઉદાહરણ છે.
તારાબેન-રમણભાઈ એ મારા મોટા દીકરાના (કેતન-પ્રેરણાનાં) ૧૧-૩૧૯૯૩ જૈન વિધિ પ્રમાણએ લગ્ન કરાવ્યાં હતાં. ખૂબ જ સમજણપૂર્વક વિધિ કરાવી હતી. તે વખતે સંતાનોને પણ જૈનધર્મની મહત્તા સમજાઈ હતી. આવા મહાન દંપતીના આશીર્વાદ પામીને એમનું જીવન ધન્ય બની ગયું છે. એમનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું.
પૂ. રમણભાઈ તો એક સંસારી સાધુ હતા. એમની દિવ્યદૃષ્ટિ, સરળતા, મહાનતા અને નિખાલસતા ક્યારેય નહિ ભુલાય.
મારા એમને કોટિ કોટિ વંદન......
પ્રભુ એમના આત્માને ચિશાંતિ અર્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org