________________
૩૯૦
શ્રુત ઉપાસક રમણભાઈ
દીવડામાં તેલ પૂરવાની અનોખી અદા
I નીરુબેન રાવલ અને ગિરીશભાઈ પટેલ મુંબઈ જૈન યુવક સંઘ દર વર્ષે ધરતી ખૂંદવા નીકળે છે. નાના નાના ગામડામાં, કયા ખૂણામાં દીવડા ટમટમે છે? દીવડામાં તેલ ખૂટ્યું છે, દીવડો જલતો રાખવો છે, તેને શોધવાનું કામ આ સંઘનો આદર્શ.
આવો ભમતો સંઘ એક દિવસ ખાખરિયા ટપ્પાના નાનકડા હાજીપુર ગામમાં આવી પહોંચ્યો. નીરુબેન, કોઠારીભાઈ, મીનાબહેન, ઝવેરીભાઈ અને રમણભાઈ. સાવ સાદા, સરળ અને નમ્ર એવા રમણભાઈ. સૌપ્રથમ મિત્રો સાથે મંથનના દરવાજામાં પ્રવેશ્યા. ચોકીદાર સાથે વાતચીત કરી, મંથનના કાર્યાલયમાં આવ્યા. નમ્રતાથી બોલ્યા, “નિરુબેનને મળવું છે,”હું ત્યાં હાજર હતી. મેં તેમને આવકાર્યા. પ્રાથમિક શિષ્ટાચાર બાદ તુરત જ તેમણે કહ્યું, “આ તરફ આવ્યા હતા આપની સંસ્થા વિશે સાંભળ્યું હતું તેથી થયું આપને તથા આપના બાળકોને મળીએ.” તેમના શબ્દોમાં ઈંતેજારી તથા ભાવના પ્રગટતા હતા. અમે સંસ્થા દર્શનમાં ગયા. સંસ્થા દર્શન ખૂબ જ રસપ્રદ રીતે કરતા જાય, બાળકોને મળતા તે પૂછતા હતા, “ક્યાંથી આવો છો! તારું નામ શું છે? આવું જન્મથી જ છે કે કેમ? કુટુંબમાં કોણ કોણ? અહીં ક્યારથી છો? અહીં ફાવે છે? મધુરવાણીમાં બાળકોને પૂછતાં જાય અને માથે હાથ મૂકતાં જાય. જાણે પોતાના સ્વજનને મળતા ના હોય! હસતાં હસતાં જ વહાલથી વાત કરવી, વહાલથી વાત કરવાની એમની છટાથી સૌ પ્રભાવિત થયા. સાથે આવેલ સૌ મિત્રોને પણ તેમની આ છટામાં રસ પડતો હોય તેમ સૌ તેમાં ટાપસી પૂરતાં એક એક વિભાગને, એક-એક કાર્યને અને વનસ્પતિને પણ તેઓ નિહાળતા જતા હતા. સાથે સાથે કુદરત અને બાળકોના સમન્વયને સમજાવતા હતા. બાળક અને એમાંય વિકલાંગ બાળકને આપણે કેવી રીતે સાચવવા, તેમને શ્રેષ્ઠ પ્રેમ આપવો, વળી તેને બધા જ બાળકો કરતા વધારે પ્રેમ કરવો તે તેમની સાથેનાં સંવાદ હજીએ મને યાદ છે. તેમની એ મુલાકાત તથા બાળપ્રેમ મારા સેવાયજ્ઞનો મહામૂલો સંદેશ છે. સંસ્થામાંથી સૌએ વિદાય લીધી. અને ટૂંક સમયમાં જ સંઘમાંથી પત્ર આવ્યો કે પર્યુષણ વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org