________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૯૧
માટેની ૨૦૦૧-૦૨ સાલ માટે અમોએ આપની સંસ્થાની પસંદગી કરી છે. આ તેમની દીર્ધદષ્ટિ છે. તથા સમાજના કાર્યકર્તાઓના કાર્યમાં કાર્યના દીવડામાં તેલ પૂરવાની અનોખી અદા.
બાળકો સાથે મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું થયું. સૌ સંઘના સ્વજનોએ બાળકોને પ્રેમ અને હૂંફ પૂરા પાડ્યા. નીરુબેન, ચંદ્રકાન્તભાઈ, રમાબેન, રમણીકભાઈ વગેરે સ્વજનોએ તો બાળકોને તેમનાં ઘરે લઈ ગયા અને સાથે ભોજન પણ લીધું. આવો આ સંઘ પરિવારનો પ્રેમ અંતરિયાળ ગામડાંના ગરીબ વિકલાંગ બાળકોને મળ્યો. બાળકોને આર્થિક સહાય ઘણી સારી મળે તે માટે રમણભાઈ એ અમારા બાળકોની જે બનાવટો છે તેનું ત્યાં પ્રદર્શન ભરવા પણ સૂચન કર્યું. તેમની બનાવટને લોકો સમક્ષ મૂકતાં અને લોક હૈયા સુધી એમની વેદનાને પહોંચાડતા, બાળકોને બિરદાવતા. જેના પરિણામે વ્યાખ્યાનમાળાના તમામ વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ નાણાંકીય સહાય મંથનને મળી. એટલું જ નહિ, બાળકોની વિદાય વખતે સૌ સ્વજનોએ બાળકોને એટલો બધો પ્રેમ આપ્યો છે કે મુંબઈ છોડતાં બાળકોની આંખો અશ્રુભીની થઈ ગઈ.
સંઘ પરિવાર સાથે રમણભાઈ દાન રૂપે મળેલ ચેક એનાયત કરવા આવ્યા ત્યારે પણ તેમના સાક્ષર અને વિદ્વાન પત્ની તારાબેનને પણ સાથે લાવેલા. વિકલાંગ બાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને મુરબ્બી શ્રી તારાબેને પણ બાળકો માટે ખૂબ જ ઉપયોગી એવું પ્રવચન આપ્યું. સૌ શ્રોતાની આંખમાં આંસુ આવી ગયા. બંને દંપતીના હૃદયમાંથી મારા બાળકો માટે પારાવાર સ્નેહ અને લાગણી નીતરતા હતા. તેમનો આ પ્રેમ હરહંમેશ મંથન પરિવારમાં જીવંત રહેશે.
જ્યારે જ્યારે મુંબઈ જવાનું થાય ત્યારે તે હંમેશાં કહેતા-બહેન તમે વ્યાખ્યાનમાળામાં હાજરી આપો છો, અને સૌને મળો છો તે ખૂબ જ ગમે છે. સંબંધ મોટી મૂડી છે. સંસ્થાના બાળકોના સમાચાર પણ પૂછતાં, બાળાઓના વિકાસ અંગે પૂછપરછ કરતાં અને કેટલીક બાળાઓના નામ સાથે સમાચાર પૂછતાં. આવો પ્રેમ એમના હૃદયના ઊંડાણનો સી બાળાઓ માટે હતો, જે માનવ માટે ઉદાહરણરૂપ બની રહેશે. | મંથન - અપંગ કન્યાસેવા સંકુલ, હાજીપુર
* * *
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org