________________
૩૯ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
પ્રેરક, વંદનીય વ્યક્તિત્ત્વ
| મંગલા અભયકાંત મહેતા (U.K.) જીવન પછી મૃત્યુ તો છે જ, પણ ડૉ. રમણભાઈ શાહ જેવી વ્યક્તિ તો અમરત્વ પ્રાપ્ત કરી લે છે. એમનું જીવન એટલે એક સફળ મનુષ્યત્વ! હજારો લોકોએ એમની પાસેથી પ્રેમ અને પ્રેરણા મેળવી હશે. પૂ. તારાબેન અને રમણભાઈનું ઉમદા સહજીવન એટલે વાંચન, મનન, ચિંતન અને લેખનથી શણગારેલાં ફૂલોની બનેલી હારમાળાની સુગંધ !
લગભગ ૪૭ વર્ષના તેમના પરિચયે અમારા જીવનમાં પણ સુગંધ ફેલાવી છે. ૧૯૫૮ થી હું અને બીજા વર્ષે મારી બેન સુધા સોફિયા કોલેજમાં ભણવા આવ્યા ત્યારથી તેમની સાથેનો પરિચય વધતાં વધતાં એક કુટુંબપ્રેમ રૂપે પરિણમ્યો છે. નાઇરોબી (કેનિયા) કે લંડન (UK) આવે એટલે અમને યાદ કરે અને અમે હોંશેહોંશે એમને મળવા જઈએ ! ક્યારેક અમારી સાથે પણ રહે ! બન્ને જગ્યાએ એમના ધાર્મિક પ્રવચનો યોજાય એટલે ત્યાંના ધર્મપ્રેમી ભાઈ-બહેનોને એ અપૂર્વ લાભ મળતો. લેસ્ટરમાં જ્યારે દેરાસર બંધાવ્યું ત્યારે ડૉ. નટુભાઈ શાહે ડો. રમણભાઈને માર્ગદર્શન માટે બોલાવેલા અને એ ત્રણેક મહિના દરમ્યાન લંડનમાં અમારા રાજચંદ્ર સત્સંગ મંડળમાં અવારનવાર પધારી, સ્વાધ્યાય કરાવતા ત્યારે તેમની સાથે ધર્મના વિવિધ પ્રશ્નો ચર્ચાતા, જેમાંથી ધર્મનું ઉંડું જ્ઞાન સાથે ધર્મ તરફ રૂચિ પણ કેળવાતી ! જૈનધર્મ અને તીર્થકર ભગવંતો પ્રત્યેનો ગાઢ પ્રેમ એમની વાણીમાંથી અવિરત નીતરતો !
૧૯૯૨માં તેઓ અમને સાયલા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં મળવા આવ્યા હતા ત્યારે તેમને અમારા શ્રીગુરુ પ. પૂ. બાપુજી સાથે પરિચય થયો. હીરાપારખુ પૂ. બાપુજીએ એમને શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર'નું ગુજરાતીમાં અનુવાદન કાર્ય તેમને સોંપ્યું. તે તેમણે એમનું અત્યંત વ્યસ્ત જીવન છતાં પ્રેમથી સ્વીકાર્યું ! પછી તો “જ્ઞાનસારનું લખાણ પણ થયું. એ બતાવે છે કે તેમનો જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ કેટલો ઉત્કૃષ્ટ હતો ! બન્ને ગ્રંથના લખાણાર્થે તેઓ મુંબઈના ધમાલિયા, અતિ વ્યસ્ત જીવનમાંથી નિવૃત્તિ લઈ વર્ષમાં ત્રણેક વાર સાયલા આવતા. આશ્રમવાસીઓ પણ એમના જ્ઞાનનો લાભ લેતા અને એમનું પ્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org