________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૩૯૩ યોજાય તેની રાહ જોતા ! ત્યાંના નોકર-ચાકરોનો પ્રેમ પણ એમને મળ્યો હતો; બધા એમનું કામ કરવા તત્પર રહેતા.
પૂ. રમણભાઈનો પ્રવાસશોખ તો ગજબનો હતો ! મોટા ભાગના બધાં માણસો તો હોલીડે કરી આવે પણ શું જોયું, જાણ્યું ને મેળવ્યું કે માણ્યું એની તેમને પોતાનેય ખબર ન હોય ! રમણભાઈ તો પૂરા અભ્યાસી, એટલે કે જ્યાં જાય તે દેશની દરેક વિગતો, ઇતિહાસ, ભૂગોળ, લોકો, તેમની સંસ્કૃતિ, ખાસિયતો વગેરે બરાબર જોઈ, તપાસે અને તારવણી કરે ! દરેક “પાસપોર્ટની પાંખે'ના વાચકને આનો ખ્યાલ આવ્યો હશે. એમની સાથે પ્રવાસ કરવો એટલે એક લહાવો ! સાહસ અને આનંદ ! (U.K.) માં માન્ચેસ્ટર, લેક ડિસ્ટ્રિક્ટ અને ધ્રુવ પ્રદેશના આઇસલેન્ડ તેમ જ મારા પતિ અભય સાથે નોર્વેની તેમ જ ભારતમાં શંખેશ્વર અને પાલિતાણાની જાત્રાઓ અમારા માટે અવિસ્મરણીય બની રહેશે ! બીજા અમુક દેશોમાં જવાની પ્રેરણા અને ઉત્સુકતા અમને એમના પ્રવાસલેખોમાંથી મળી હતી. એમના પ્રવાસ લેખો ન વાંચ્યા હોત તો અમે ત્યાં કદાચ ન ગયાં હોત ! “પ્રબુદ્ધ જીવનના એમના અગ્રલેખોમાં જે “પર્સનલ ટચ' છે એથી વાંચવા બહુ ગમે છે અને આત્મીયતા લાગે છે ! જાણે આપણી સાથે બેસી વાતો કરતા હોય ! અમારા લંડનના સત્સંગમાં “પ્રબુદ્ધ જીવનના લેખો, ખાસ કરીને ધર્મવિષયક લેખો ઘણીવાર વંચાય છે અને જ્ઞાન સાથે આનંદ મળે
શું લખવું અને શું નહીં ? પૂ. રમણભાઈ સાધુ ન બન્યા પણ સાધનામય જીવન જીવી ગયા ! એટલે જ એમનું મૃત્યુ પણ મહોત્સવ જ બની ગયું ! તારાબેન અને એમના પરિવારના પરિચયથી અમારું જીવન ધન્ય બન્યું છે અને અમારા સમગ્ર જીવનમાં પૂ. રમણભાઈનું સ્મરણ પ્રેરણા અને ઉત્સાહ આપતા રહેશે !
માનવ હતા
મુ. રમણભાઈ વિષે લખવું એટલે ગાગરને સાગરમાં રાખવા જેવું કાર્ય છે.
જેન યુવક સંઘ દ્વારા એમણે ભારતના મહા માનવોનો પરિચય કરાવ્યો. એમના વિશે એક શબ્દમાં - લખુ તો એઓ મહામાનવ હતા.
| નાનુભાઈ, ગાંધી બુક સેન્ટ૨, તારદેવ - મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org