________________
૩૯૪
જૈન સાહિત્યના આત્માનુભવી સાક્ષર
D નરેશ શાહ, મીના શાહ (U.S.A.)
શ્રી રમણભાઈનો પ્રથમ પ્રત્યક્ષ સ્વાનુભવ સને ૧૯૮૮માં તેમના અમેરિકાના પ્રવાસ પ્રવચન અને વાર્તાલાપમાં થયેલ. Jain Centre of New Yearમાં તેમની આગવી શૈલી અને તલસ્પર્શી ચિંતનથી અમો પ્રભાવિત થયાં જે અમારું સૌભાગ્ય છે. સ્વ. રમણભાઈનું જૈન ધર્મના પ્રચાર અને પ્રસારમાં અમૂલ્ય યોગદાન છે. જૈન સેન્ટર ના પાઠ્યપુસ્તકોમાં તેઓએ અત્યુત્તમ ફાળો આપી જૈન શાસનની પ્રભાવના કરેલ છે. અમને પ્રસંગે પ્રસંગે તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થાતું જેના અમે અત્યંત ઋણી છીએ. ધર્મ જેવા ગંભીર વિષયમાં તેમની શૈલી સુંદર, સચોટ, સરલ અને સહજ હતી. તેઓ જૈન સાહિત્યના આત્માનુભવી સાક્ષર હતા. વિદ્યાલયથી માંડી, સર્વે ધાર્મિક પ્રવચનોમાં તેમની વિતરાગે વાણી ચેતન-સ્પર્શી હતી. શ્રી રાકેશભાઈ ઝવેરી જેવા બહુશ્રુત અને અનેકના ગુરુસ્થાને બિરાજમાન વ્યક્તિ તેમના વિદ્યાર્થી હતા. આ હકીકતનું સમર્થન આપે છે કે તેઓ કેટલા જ્ઞાની હતા. આગમના અભ્યાસી હતા... અને શાસનદેવના સેવક હતા. શાસનનો મર્મ અને અર્ક શાસ્ત્રમાં છે તે આવા જ્ઞાનીઓ સમર્થ રીતે સમજાવે છે. આવા સ્વ. રમણભાઈની ઉણપ અને ખોટ સર્વને સાલવાની.
શ્રુત ઉપાસક રમણભાઈ
જૈન સમાજને સ્વ. ૨મણભાઈએ ઉત્તમ કોટીનું સાહિત્ય-ધન અર્પણ કરેલ છે. તેમની અપરિગ્રહની ભાવના અનુમોદનીય છે કે તેમના સાહિત્યના CopyRight રાખેલ નહિ. કારણકે તેઓ વ્યાપારિક ધોરણે કામ નોતા કરતા પરંતુ સાક્ષાત સરસ્વતી સ્વરૂપે અલૌકિક પ્રસાદ સર્વને આપતા હતા. ‘પ્રબુદ્ધ જીવન'માં તંત્રી તરીકે તેઓનું આગવું સ્થાન હતું.
વિતરાગ દેવના નિરૂપિત સત્ તત્વના પ્રચાર, પ્રસાર, પ્રવચન અને તેમના દેઢ સંસ્કારો અને આત્મિક ઉન્નતિ માટે તેઓ સદા જાગૃત હતા. શિક્ષણશિબિર અને ધર્મચિંતનમાં તેઓનું અદ્ભુત યોગદાન હતું.
તેમના સદ્ગત આત્માને સદૈવ, ગુરુ અને ધર્મના આશ્રયે સત્વરનિઃશ્રેયસ દશા સંપ્રાપ્ત થાય તેવી પ્રભુને મંગલ કામના. જૈન સેન્ટર (N.Y.) વતી અમો તેમના સર્વે કુટુંબીજનો અને સંસ્થા પ્રત્યે હાર્દિક સંવેદન વ્યક્ત કરીએ છીએ. Jain Centre - New York, U.S.A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org