________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૯૫
ઉત્કૃષ્ટ કલ્યાણ મિત્ર
| વિજય દોશી જૈન સ્ટડી ગ્રુપ ઓફ શાર્લોટ, શાર્લોટ, નોર્થ કેરોલાઇના, યુ.એસ.એ. અમારા સંઘ વતી શ્રદ્ધાંજલિ. મુરબ્બી શ્રી રમણભાઈનાં દેહવિલયનાં સમાચાર, અમારા સંઘને માટે એક ધર્મમિત્ર, વિદ્વાન, વિવેચક તથા જૈન ધર્મનાં સૂક્ષ્મ વિષયોને સરળ બનાવી, પોતાની વિશિષ્ટ શૈલીમાં સમજાવનાર, એક ઉત્કૃષ્ટ કલ્યાણ-મિત્ર ગુમાવ્યા બરોબર છે. અંગત રીતે, પ્રો. રમણભાઈ મારા St. Xavir's College માં ગુજરાતી વિષયનાં પ્રાધ્યાપક પણ હતા. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રગટ થતી વ્યાખ્યાન માળાની કેસેટો, છેલ્લાં વીસેક વર્ષોથી પર્યુષણ દરમ્યાન નિયમિત રીતે અમારા સંઘમાં અમો સૌ સાંભળતા આવ્યા છીએ. પૂ. શ્રી રમણભાઈનું વ્યાખ્યાન અંગેનું વિવેચન, અમારા સંઘના સર્વ સભ્યોનાં હૈયે વસેલું છે. તેઓ જાણે અમારા એક ખૂબ પરિચિત વ્યક્તિ બની ગયા છે.
કાશ ! આગામી વર્ષોમાં તેઓનો અવાજ, તેમનું વિશ્લેષણ તથા ધાર્મિક વિષયો પરનું અમૂલ્ય વિવેચન શું સાંભળવા નહીં મળે? મન જાણે માનતું જ નથી. પૂર્વ વર્ષોની કેસેટો કેટલી અમૂલ્ય છે તેનું સચોટ દર્શન તાદશ થઈ આવ્યું ! ભાવથી શ્રી રમણભાઈનું સાન્નિધ્ય માણતાં જ રહીશું. તેઓનો તો ફક્ત દેહથી જ વિલય થયો છે ને ! વિજય દોશીનાં આત્મભાવે વંદન
* * *
એમના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે શ્રી દેવગુરુભક્તિકરનાર મહાન ધર્માત્મા શ્રી ડૉ. રમણભાઈને અચાનક અવસાનથી અત્યંત દુઃખ થયું છે. ખરેખર જૈન સમાજે એક મહાન હીરલો ગુમાવ્યો છે. એમના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
D નલિનીના જય જિનેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org