________________
૩૯૬
શ્રત ઉપાસક રમણભાઈ
,
,
,
સૌજન્યશીલ સાક્ષર
| ડૉ. બહેચરભાઈ પટેલ સ્નેહી મુ. પ્રા. ડૉ. રમણભાઈ શાહના દુઃખદ નિધનના સમાચાર જાણી હું ઘડીક તો શોકસંમૂઢ થઈ ગયો. આવા સૌજન્યશીલ, વિદ્યાવંત અને શીલવંત વિદ્વાનની ચિરવિદાય રડાવી દે એવી છે. અમારી પેઢીના મુરબ્બીઓ એક પછી એક વિદાય થતા જાય છે એ દુઃખદ છે. મુ. ડૉ. અનામીસાહેબ અને ડૉ. મધુરમ સાહેબ એ બંને મુરબ્બીઓના એ ખાસ મિત્ર. એ બંનેને કારણે અને સંશોધનઅધ્યયન અને અધ્યાપકીય વ્યવસાયને કારણે એ પણ મારા સ્નેહી મુરબ્બી મિત્ર બની રહ્યા હતા. પેલી મુરબ્બી ત્રિપુટીમાંથી એ મહેફિલ છોડીને ચાલ્યા ગયા એથી હૃદય વેદનાથી ભરાઈ ગયું. આવા સ્નેહાળ સર્જન અને સંનિષ્ઠ વિદ્વાન પ્રાધ્યાપક અને દાર્શનિક અભિગમ ધરાવતા લેખક આ યુગમાં સુલભ નથી. એથી જ તો એમની ચિરવિદાય વિશેષ વસમી થઈ પડે છે.
એમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ હતી. મનસુખલાલ ઝવેરી જેવા વિદ્વાન વિવેચક પ્રાધ્યાપકના એ પ્રિય શિષ્ય. પણ ડૉ. રમણભાઈએ વિવેચક કરતાંય સંશોધક થવાનું વિશેષ પસંદ કર્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ સંમાન્ય સંશોધક - વિવેચક. એમાંય જૈન સાહિત્યના તો એ ગણમાન્ય નિષ્ણાત. આજે
જ્યારે મધ્યકાલીન સાહિત્યના નિષ્ણાતો અને સંશોધકો ખાસ રહ્યા નથી, ત્યારે અમારા જેવા મધ્યકાલીન સાહિત્યમાં કામ કરનારા માણસોને એમની ખોટ બહુ સાલે. હું એમને મારાં સંશોધન અને અધ્યયન', “આવિષ્કાર”, “પ્રભાવ” જેવાં સંશોધન લેખસંગ્રહનાં પુસ્તકો મોકલાવું, ત્યારે એમનો મારી પીઠ થાબડતો પ્રેમપત્ર અવશ્ય આવે જ. અમારો નાતો આ સંશોધન-અધ્યયન વિવેચનનો હતો, અને તે મધુર હતો. એમના સંબંધમાં જીવનનું માધુર્ય જ અનુભવાય.
ડૉ. રમણભાઈ ડૉક્ટરોના પણ ડૉક્ટર હતા. પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે એમણે પ્રશસ્ય સેવા આપી છે. વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપે, હૂંફ આપે, પ્રોત્સાહન આપે, અપાર સહાનુભૂતિ દાખવે. એ ઉત્તમ કામના આગ્રહી, પણ અમારી જેમ ઉગ્ર ન બને. એમની ઉષ્મા દઝાડે નહિ. ભાગ્યશાળીને આવા ગાઈડ મળે. એ વિદ્યાર્થીના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ' બની રહે. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org