________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૯૭
જ નહિ બીજાના વિદ્યાર્થીને પણ મદદરૂપ થાય. પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ આદરપાત્ર. કેટલાક પરીક્ષકો અસહ્ય વિલંબ કરે છે. પણ ડૉ. શાહસાહેબ ખોટો વિલંબ ન કરે અને વિદ્યાર્થીને સમ્યક્ ન્યાય કરે. વિદ્યાર્થીનું પરિણામ પોતાને કા૨ણે અટકે કે વિલંબમાં પડે એવું ન બનવા દે. મારી પીએચ.ડી.ની વિદ્યાર્થિની પ્રા. ડૉ. પ્રતિભા શાહનો મહાનિબંધ એમની પાસે પરીક્ષણ માટે ગયો હતો. એમને અમેરિકા જવાનું હતું. બીજા કોઈ પરીક્ષક હોત તો, અમેરિકા જઈ આવ્યા પછી નિરાંતે ‘થિસિસ’ તપાસે ને ‘વાઈવા' પણ પછી લે. એમાં મહિનાઓ વીતી જાય, ને પરિણામ લટકતું રહે. પણ આ તો શાહસાહેબ, એમણે તો સમયસ૨ હેવાલ મોકલાવી દીધો અને સાથે સાથે ‘વાઈવા' માટેની અશક્તિનો પત્ર પણ લખી દીધો એટલે વૈકલ્પિક વ્યવસ્થા થઈ ને સત્વરે પરિણામ જાહેર થઈ શક્યું. આ એમની માર્ગદર્શક શિક્ષક અને પીએચડીના પરીક્ષક તરીકેની નમૂનેદાર
નિષ્ઠા]
એમણે અધ્યાપક તરીકે ઉજ્જવળ કારકિર્દી ઘડી. અમદાવાદ અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપક - પ્રાધ્યાપક તરીકે ઉત્તરોત્તર પ્રગતિ કરી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અધ્યક્ષપદ શોભાવ્યું. એમની સેવા પ્રશસ્ય હતી. શિક્ષણજગતનાં કોઈ દૂષણ એમને સ્પર્શી શક્યાં નહિ. પુરુષાર્થ અને નિષ્ઠાથી આગળ વધ્યા. મહેનત ક૨વામાં પાછા ન પડ્યા. શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજ અને ધર્મ ક્ષેત્રે સંનિષ્ઠ સેવા આપતા જ રહ્યા. એમનો કર્મયોગ અને ધર્મયોગ આદરપાત્ર. ધર્મથી વિરુદ્ધ એ કશું જ કરતા નહીં. એ ધીર-ગંભી૨ અને સૌજન્યસભર વ્યક્તિ હતા. એથી સૌના આદરપાત્ર રહ્યા. યુવકોના આદર્શ બન્યા. એમની સફળ કારકિર્દીમાં એમનાં શ્રીમતી પ્રા. તારાબહેનનો સહયોગ સધાતાં સોનામાં સુંગધ ભળી. આપણાથી આનંદભેરી પેલી કલાપીની કાવ્યપંક્તિ બોલી જવાય!
‘અહો, કેવું સુખી જોડું કર્તાએ નીર્માં દીસે.....' અને એમની ચિરવિદાયથી એ પ્રસન્ન, મધુ૨ અને વિદ્વત્તાપૂર્ણ દામ્પત્ય ખંડિત થયું તેની વેદના પણ ગમગીન કરી મૂકે છે. આ કર્મવિષાક નથી, પણ કાળની ગતિ છે.
ડૉ. રમણભાઈ પ્રા. મનસુખલાલ ઝવેરીના જેવા પ્રબળ વાગ્મી ન હતા. પણ ખૂબ અભ્યાસી, નિખાલસ અને સરળ મધુ૨ વક્તા હતા. એ સ્વસ્થ અને સમતોલ વિધાનો કરે. ઉગ્રતા જરાય નહિ ને નમ્રતા અભિભૂત કરે એવી. તારાબહેનની વાગ્મિતા આંજી નાખે એવી. એથી એક મંચ ઉપ૨થી બેઉને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org