________________
૩૯૮
શ્રુત ઉપાસક રમણભાઈ
સાંભળીએ ત્યારે લાગે અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી. શું જીવનમાં, કે શું સાહિત્ય-શિક્ષણમાં એમનું પરસ્પર, સહાયક અને પરસ્પર પોષક-પૂરક યુગ્મ - આદર્શ ગણાય એવું હતું. એ ઉભયની દીર્ઘ સાહિત્ય-શિક્ષણ-સમાજસેવા પણ ઐતિહાસિક રીતે નોંધપાત્ર છે. - મુ. શ્રી રમણભાઈ માનવ-સંબંધના સ્નેહાળ સજ્જન હતા. અમારા કહેવાતા સાક્ષરોનાં માનવીય અપલક્ષણો એમનામાં ન મળે. એમનો માનવીય અભિગમ આકર્ષે. પત્રનો ઉત્તર સત્વરે ને સ્પષ્ટ આપે. પુસ્તક ભેટ મોકલીએ, તો તેની પહોંચ સાથે એમનું કથયિતવ્ય પણ હોય. વર્ષો પછી મળે તોય અજાયા ન બને, ઉમંગભેર ઉમળકાથી ભેટી પડે. અમદાવાદમાં એમનું સન્માન હતું. હું તો છાપામાં વાંચીને જ ગયો હતો. હું એમના પ્રતિ જાઉં ત્યાં તો એ જ ધસી આવ્યા અને આશ્ચર્યાનંદ ભેટી પડ્યા! આવું નેહભર્યું મિલન વર્ષો સુધી વાગોળવા ચાલે. તેઓ, અજાતશત્રુ અને સર્વમિત્ર સદ્ગૃહસ્થ હતા.
પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની તેમની સેવા કેમેય નહિ વિસરાય. સ્વ. ચીમનભાઈ ચકુભાઈના એ સબળ અનુગામી બન્યા. ધર્મ - જીવન - ચિંતન સાથે જૈન સાહિત્ય અને સાહિત્ય - કલા - વિવેચન - રેખાચિત્રાદીને પણ મહત્ત્વ આપ્યું. ડૉ. અનામી સાહેબની સાહિત્યપ્રસાદી તો ખરી જ, મારા જેવા કેટલાક મિત્રોને પણ એમાં લખતા કર્યા. પાછા તંત્રી તરીકે પણ તટસ્થ ને ઉચ્ચગ્રાહી. મેં એકવાર સૂચન કર્યું કે હું ઉત્તરાધ્યયન’ પર લખું, તો મને સ્પષ્ટ કહ્યું કે એ વિષે તો અમારા વિદ્વાન મુનિઓ અને સુજ્ઞ જેન ભાવકો વિશેષ અધિકારી છે. એમણે “પ્રબુદ્ધ જીવનને જૈન ધર્મ - સાહિત્ય - તત્ત્વજ્ઞાનથી વિશેષ જીવનપ્રબોધક બનાવ્યું, ને જે નેત૨ જિજ્ઞાસુઓને પણ રસિક જીવનપાથેય પીરસ્યું. એ એમનું સ્મૃતિસ્મારક બની રહ્યું. એમની ધર્મ - સાહિત્ય સેવાનું એ માધ્યમ હતું. *
સાહિત્યક્ષેત્રે એમના સંશોધન-અધ્યયન વિવેચનના ગ્રંથો તો ગણનાપાત્ર છે જ. પણ પ્રવાસ સાહિત્યમાં એમનું પ્રદાન ઐતિહાસિક ચિહ્ન જેવું બની ગયું. આપણા પ્રાશ્ચાત્ય દેશોના પ્રવાસ ગ્રંથોમાં એમનો “પાસપોર્ટની પાંખે' પ્રવાસગ્રંથ એની સાંસ્કૃતિક માહિતી અને સાહિત્યક ભાષાશૈલીને કારણે એક સીમાસ્તંભ જેવો બની રહ્યો. આપણા પ્રવાસ - સાહિત્યનો આલેખ એના ઉલ્લેખ વિના અપર્યાપ્ત ગણાય. એમ જ એમનાં રેખાચિત્રો પણ અધિકૃત અને સ-રસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org