________________
શુત ઉપાસક રમણભાઈ
૩૮૭
કેમ ભૂલી શકાય? આવા તો કેટલાય પ્રસંગો આંખ આગળ તાદ્રશ્ય થાય છે.
પૂ. તારાબેન અમારા મંડળમાં “શ્રી આત્મવલ્લ મંગલ મંદિરમાં અમારી સાથે ટ્રસ્ટીગણમાં છે – પૂ. રમણભાઈ હંમેશાં અમને દરેક કાર્યમાં પ્રોત્સાહિત કરતાં. મંડળની દરેક પ્રવૃત્તિમાં રસ ધરાવતાં - આજે એમનો રમૂજી સ્વભાવ મને તો સુખડી ગાંઠિયા બહુ ભાવે - એ શબ્દો મારા કાનમાં ગૂંજે છે.
અમે “પ્રબુદ્ધ જીવન'ની આતુરતાપૂર્વક રાહ જોઈએ. દરેક લેખમાં હરહંમેશ નવીન વિષયની સરળ રીતે છણાવટ કરી હોય. ગયા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમનો ફક્ત અવાજ સાંભળીને હૃદય ભાવવિભોર થયેલ, હવે તેમનાં પ્રભાવશાળી અવાજ વ્યાખ્યાનમાળામાં સાંભળવા નહિ મળે તે વિચારે હૈયુ ગમગીન બને છે. દરેક વ્યાખ્યાનનો સારાંશ થોડા વાક્યોમાં કહેવો એ જ એમના જ્ઞાનની લાક્ષણિક્તા હતી.
આજે પૂ. રમણભાઈનું શરીર આપણી વચ્ચે નથી પણ આત્મા તો છે. એમણે જ આત્મા વિષે ઘણું જ્ઞાન કરાવેલ. એમની અંતિમ પળોની વાતો બેન શૈલજા પાસેથી સાંભળી – પોતે જ્ઞાની અને ઋષિપુરુષ હતા તેથી તેમનો આત્મા તો જરૂરથી અને ખાત્રીપૂર્વક કહી શકીએ કે ઉચ્ચસ્થાને બિરાજમાન હશે. પ્રભુ એ આત્માને પરમ શાંતિ બક્ષો !
* * *
જિંદગીનો સાર તેઓ પામી ગયા તેઓએ છેલ્લે નવકારમંત્ર તથા મહાવીર સ્વામીના સ્વપ્નની વાત કરતાં પ્રાણ ત્યાગ કર્યો. આવા ઋષિતુલ્ય રમણભાઈનું મૃત્યુ - પંડિત મરણ - સમાધિમરણ - થયું છે જે શ્રેષ્ઠ મરણ છે. જિંદગીનો સાર તેઓ પામી ગયા. આવા મહાન પુરુષ વિષે લખીએ તેટલું ઓછું છે. તેઓ પ્રચંડ સાહિત્ય આપી ગયા છે. તેમાંથી દોહન કરીને બીજા ગ્રંથો તેયાર કરવાના છે. જે ઘણું જ યોગ્ય છે. તેમનો આત્મા અમર થઈ ગયો જલ્દી જલ્દી મોક્ષે પધારશે, તેઓને મારી ભાવભરી શ્રધ્ધાંજલિ છે.
રસિકલાલ નાનાલાલ ગાઠાણી, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org