________________
૩૮૬
શ્વત ઉપાસક રમણભાઈ
અમારા રમણભાઈ I પૌલોમી પ્રકાશ શાહ
પૂ. રમણભાઈ એક પ્રખર તત્ત્વચિંતક હતા. તેમના મુખમાં સરસ્વતીનો વાસ હતો. સમતા અને સાદગી અને સરળતા જેના જીવના સૂત્ર હતા. પૂ. રમણભાઈની ચિરવિદાયથી આખા જૈન સમાજને, જેન યુવક સંઘને અને અમને બધાને ખાડો પૂરાય પણ ખોટ ન પૂરાય એવી ખોટ પડી છે.
તા. ૨૪-૧૦-૨૦૦૫ના એમના દેહવિલયના સમાચાર ઈઝરાયલમાં મળ્યા, દૂર બેઠે એમના વિચારોના વમળમાં અટવાયા અને પૂ. રમણભાઈ સાથેની અમુક રમૂજી પળો યાદ કરીને એમના સંસ્મરણો યાદ કર્યા. મારા અહોભાગ્ય હતા કે પૂ. તારાબેન અને પૂ. રમણભાઈ મને એક પુત્રી માનતા હતા. વર્ષોથી વાલકેશ્વર પર રેખા બિલ્ડિંગમાં રહેતાં અને સામે જ દોલતનિકેતનમાં હું રહેતી. દરરોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે પતિ, પત્ની પૂજા કરવા જતાં. રમણભાઈ તારાબેનનો ખૂબ ખ્યાલ રાખતા, તારાબેનના પગની તકલીફના હિસાબે રસ્તો ઓળંગવા હાથ પકડીને મદદ કરતા. ઘણીવાર હું પણ મોડી જતી ત્યારે પૂછું કે રમણભાઈ કેમ તમે દરરોજ આ સમયે! તો રમૂજમાં કહેતા કે ભગવાન આપણા માટે આ સમયે ફ્રી હોય (ગિરદી ના હોય) એટલે તેમના સાથે ડાયરેક્ટ વાતો કરી શકાય. ખૂબ શાંતિથી અને સમતાપૂર્વક પૂજા અને ચૈત્યવંદન કરતા.
મારી મોટી પુત્રી ચી. મનિષા (જે આજે આ દુનિયામાં નથી - ૬ વર્ષ પહેલા મૃત્યુ પામી છે) સ્કૂલમાં જતી. કરાટે બ્લેક બેલ્ટ હતી. જ્યારે શીખતી ત્યારે રમણભાઈ રસ્તા પર પણ કરાટે એક્શન કરે અને પૂછે કે બેટા જોજે સાસુનો સાડલો કરાટેથી ના ફાડતી. મશ્કરી કરી તેને ખૂબ જ પ્રોત્સાહન આપતા. નાના સાથે નાના થવું એવો એમનો સ્વભાવ હતો.
તેઓ પુષ્કળ રમૂજી ટુચકા કહેતા - મને યાદ છે કે અમે નોર્વેથી એક પુસ્તક લાવેલા. એમણે એ વાંચ્યું અને નોર્વે સાથે પ્રેમમાં પડ્યા. “પાસપોર્ટની પાંખે' પુસ્તક વાંચતા એમ જ લાગે કે આપણે એ જ દેશની સફર કરી રહ્યા છીએ. મારી દીકરીના લગ્ન પ્રસંગે મને ચૂંદડી અને ચૂડી પિયરથી મોકલે તેવી રીતે મોકલી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org