________________
શ્રુત ઉપાસક રમણભાઈ
રોજ સવારે રેવાબા એક વાટકીમાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું.
બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, “અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.” એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવઘરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે.
ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઇસ્કુલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથે પગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા ક્યાંથી લાવવા? પિતાશ્રી કંઈક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ.
ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા સરકારી હાઈસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબહારની નિશાળના ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. વડોદરાથી કોઈક અમલદાર ઈનામ વિતરણ માટે આવતા. શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા. દરેક ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ અપાતાં. ઈનામમાં પુસ્તકો અપાતાં.
અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org