________________
ક્ષત ઉપાસક રમણભાઈ
૫૦૯
-
વિચારીને જવાબ આપીશ. Delay the decision આમ કરવાથી મન પર બોજ ન આવે, શાંતિથી વિચારવાનો સમય મળી રહે. સાચા નિર્ણયો થાય અને ત્રીજી વાત-ક્યાંય પણ પહોંચવાનું હોય-મિટિંગમાં, બસ-ટ્રેન, કોઈને સમય આપ્યો હોય, સર્વ પ્રસંગોમાં એકદમ સમયે ચુસ્ત શીડ્યુલ ન રાખવું. દસેક મિનિટ વહેલા નીકળવું–જેથી ચિત્ત શાંત રહે, મન હળવું રહેશે. ડૉ. રમણભાઈની આ શીખ મેં સ્વીકારી-યાદ રાખી છે–ત્યાર પછી આજ દિન સુધી કદી ‘એસિડિટી'એ ફરકવાની હિંમત કરી નથી. અનેક દવા અને ઉપાયો નાકામયાબ નીવડ્યા અને...તેમનું આત્મીય, અનુભવજન્ય માર્ગદર્શન-દુવાની સચોટ અસર થઈ. આટલા સમસંવેદનશીલ હતા અમારા રમણભાઈ.
મીઠાં સંસ્મરણો યાદ કરી લખવા બેસું તો ઘણું લખાય. પણ મર્યાદા છે ને? તેથી ટૂંકમાં કહીશ. રમ્ય ચિત્ત મનોબળ દૃઢ ણ' કોઈનો નહીં એવું અનાસક્ત, નમ્ર વ્યક્તિત્વ એટલે રમણભાઈ સંસારની “પેલે પાર' સદા વિહરતા એવ રમણભાઈને યાદ કરીએ એટલે “ગીતાનો કર્મયોગી' સ્મરણે ચડેઃ
'कर्मण्येव अधिकारस्ते मा फलेषु कदाचन ।'
-તેમને પ્રાપ્તિનો સંતોષ હતો. વ્યાપ્તિની ઘેલછા ન હતી. ઈશ્વરેચ્છાથી જે કંઈ મળે તેનાથી સંતૃપ્ત હતા. ઈશ્વર નિષ્ઠાએ એમના જીવનમાં અપાર બળ સીંચ્યું છે. ગીતાની ભાષામાં કહું તો તેઓ ગૃહસ્થ-સંન્યાસી હતા.
ज्ञेयः स नित्य संन्यासी यो न द्वेष्टि न कांक्षति । તેમણે કદી કોઈનો દ્વેષ કર્યો નથી. કશા પાછળ દોડ્યા નથી.
અમારા ગુરુ-શિષ્યના સંબંધને દિવંગતના વ્યક્તિત્વની હૃદયમાં અંકિત થયેલ છબીને, અક્ષર દેહે અંજલિ અર્પતા સુમધુર કૃતજ્ઞતાનો ઝંકાર અનુભવું છું.
ડૉ. રમણભાઈનું જીવન-કવન, અર્ચન-પૂજન, મનન-ચિંતન જોતાં તેમને અંતરનો આનંદ પ્રસન્નતાલાધ્યાં જ હશે. તેમનું જીવન રસમય હતું. તો વૈ સદા તેમનો વિશ્વાત્મભાવ ખીલ્યો હતો. સમગ્ર વિશ્વના એક અંગ તરીકે તેઓ જીવી ગયા. તેમની સદ્ગતિ નિશ્ચિત છે. પરમાત્મા એમના આત્માને અતિ ઉર્ધ્વગતિ અર્પે એ જ અંતરની પ્રાર્થના. શુભ અસ્તુ, કલ્યાણ અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org