________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મારો મહાનિબંધ ૧૩૦૦ પાનાંનો થયો. બે વર્ષના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ થઈ શક્યું તેનું કારણ ડૉ. રમણભાઈનું સ્નેહાળ–નિકટભાવે થયેલ માર્ગદર્શન અને અવિરત ઉત્સાહ છે. અતિપ્રસન્નતાથી તેમની સાથે વિતાવેલ એ સમય યાદ કરતાં ગદિત થવાય છે. ભાવપૂર્વક નતમસ્તક થઈ જવાય છે.
મારા મહાનિબંધનું કાર્ય કરતાં મને બે કુટુંબની હૂંફ, ઉત્સાહ, સાથ મળ્યાં. એક મારું અને બીજું ડૉ. રમણભાઈનું. કોઇના પણ ઘરે એક-બે દિવસ નહીં પણ લગાતા૨ બે વર્ષ સુધી, લગભગ દરરોજ સાંજે જવું, રજાના દિવસોએ પણ આરામનો સમય લઈ લેવો છતાંય સ્મિત સાથે લાગણીસભર આવકાર ડૉ. તારાબેન આપે, ક્યારેક નવી નવી વાનગી પણ ખવડાવે, ચા-પાણી તો અચૂક જ! આ ખરેખર અસામાન્ય છે. તેમની પણ ઋણી છું.
‘વિદ્યાર્થી કૉલેજમાં, ઘરે નહીં’-આ વલણવૃત્તિ જો ડૉ. રમણભાઈ કે પ્રો. તારાબેને રાખ્યાં હોત તો મારું કાર્ય બે વર્ષના ટૂંકા સમયમાં પૂર્ણ થવું અશક્ય જ હતું. તેમની સદ્ભાવનાને હૃદયના પ્રણામ.
૫૦૮
મહાનિબંધનું કાર્ય પણ પૂર્ણ થયું ૧૯૬૬માં. કૉલેજમાં અધ્યાપન માટે મુંબઈ છોડ્યું. ગુજરાતમાં કચ્છ-માંડવી, ખંભાત અને છેવટે પ્રાચાર્યા તરીકે ૩૦ વર્ષ-‘સુરત’ કર્મભૂમિ બની. શરૂઆતનાં વર્ષોમાં મુંબઈ આવતી ત્યારે અચૂક મળવાનું થતું. અમારો સંબંધ-સંપર્ક જીવંત હતો-૧૯૭૨માં. સુરત, વનિતા વિશ્રામ સંચાલિત, SNDT કૉલેજના પ્રાચાર્યા પદે નિયુક્તિ થઈ. ૩૨ વર્ષની વય. વહિવટનું કૂથાનું કામ. કોઈને ય પૂરો સંતોષ ન આપી શકો. ત્યારે આદર્શવાદી વિચાર, ચીવટાઈનો સ્વભાવ, શિસ્ત-સમય પાલનનો આગ્રહ. વગેરે પ્રકૃતિથી ‘એસિડિટી’ એ ઘર કર્યું. ડૉ. રમણભાઈ સાથેની મુલાકાતમાં તે અંગે ચર્ચા થઈ. તેમની ધૈર્યશીલતાએ સચોટ માર્ગદર્શન આપ્યું.
તેમના શબ્દો હતાઃ એસિડિટી થવાનું મુખ્ય કારણ મન છે. મનને જેટલું ઉદ્વેગરહિત, શાંત રાખશો તેટલો વધુ લાભ થશે. વહીવટ શાંત-સ્વસ્થ ચિત્તે ક૨વો. આપણે લીધેલાં નિર્ણયોમાં, ધાર્યા પરિણામ ન આવે. ક્યારેક ખોટા પણ ઠરીએ. તો વ્યથિત ન થવું. ઈશ્વરેચ્છા સમજી સ્વીકારવું. કોઈપણ પ્રસંગે ‘શું થશે ?’ તેનો ‘હાઉ’ ન રાખવો. Heavens are not going to fall એ વાત યાદ રાખવી.
બીજું, કોઈપણ બાબતે તરત નિર્ણય આપવાની ઉતાવળ ન કરવી પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org