________________
શ્રત ઉપાસક રમણભાઈ
૫૦૭.
સ્મરણાંજલિ – ત્રણાંજલિ
| ડૉ. ઇન્દિરા પુંજાલાલ શાહ
- પ્રાચાર્યા-SNDT કૉલેજ-સુરત ડૉ. રમણભાઈ શાહ એટલે ગુજરાતી સાહિત્યાકાશના સર્વક્ષેત્રમાં સ્થિર ગતિએ સફળતાપૂર્વક વિહરેલું વ્યક્તિત્વ. જૈન ધર્મના તલસ્પર્શી અભ્યાસથી તેનાં વિવિધ પાસાંઓની જીવનગામી છણાવટ કરતું આધ્યાત્મિક વ્યક્તિત્વ, એન.સી.સી.ના મેજર પદને શોભાવતું સ્વયં શિસ્તબદ્ધ, આદર્શ નાગરિકનું વ્યક્તિત્વ અને તેમની સર્વ પ્રકારની સફળતા-યશના પ્રેરક, મૂક સહભાગીપ્રો. તારાબેન સાથેનું પ્રસન્ન દામ્પત્ય. હાઈસ્કૂલમાં ભણતાં બાળકો-દીકરી શૈલજા અને દીકરા અમિતાભ-સાથે હસતાં-રમતાં, ખૂબ પ્રેમપૂર્વક, વ્હાલથી, શાંતિથી Convince કરતાં પ્રેમાળ પિતા. રમણભાઈના જીવનના વિવિધ પાસાંઓની હું સાક્ષી છું. કેમ?
હું તેમની વિદ્યાર્થિની. મારા શ્રીમદ્ ભગવદ્ગીતા વિષયક મહાનિબંધના તેઓ માર્ગદર્શક. કેવળ વિષયના જ નહીં, Philosopher and Guide in life also અનેકવિધ પ્રવત્તિઓમાં ગૂંથાયેલા, ક્ષણેક્ષણનો ઉપયોગ કરનારા, ક્ષશ: ક્ષUTણ જૈવ વિદ્યાર્થ ચિંતન ડૉ. રમણભાઈ જૈન ધર્મના ઊંડા અભ્યાસી હોવા છતાં ભગવદ્ગીતા વિષયના માર્ગદર્શક થવાનું સ્વીકાર્યું. તેમના શબ્દો હતા: મારો પણ એ બહાને ગીતાનો અભ્યાસ થશે!” આવા આજીવન વિદ્યાર્થી વૃત્તિવાળા ડૉ. રમણભાઈએ મારા મહાનિબંધનું અક્ષરશઃ લખાણ વાંચ્યું છે, ચકાસ્યું છે અને માર્ગદર્શન કર્યું છે.
મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીના રીસર્ચ ટેબલ પર દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી મારું કામ થતું. થોડું લખાણ થતાં રાત્રે ૯-૧૦ વાગે તેમના ઘરે સાથે બેસતાં. ક્યારેક રાત્રે ૧૧-૩૦ ૧૨ વાગી જાય તો તેઓ મારા ઘર સુધી મને મૂકી જતા. કેટલું સૌજન્ય! આટલી અંગત કાળજી કયા માર્ગદર્શક પાસે અપેક્ષિત છે?!
મારા વિષયને ન્યાય મળે તે માટે અનેક ગીતા વિષયક વિદ્વાનોને મળવાનું થયું. પ્રો. ગોવિંદલાલ ભટ્ટ, ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. પી. એમ. મોદી, ડૉ. ગો. ઝાલા, સ્વામી આનંદ, પૂ. શિવાજીરાવ ભાવે, કાકાસાહેબ વગેરે. આ સર્વ સમયે ડૉ. રમણભાઈની નમ્રતા અને સરળતા-open mindedness મને સ્પર્શી જતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org