________________
પ૦૬
શ્રુત ઉપાસક રમણભાઈ રીતે લખતા, મને પણ વારંવાર કહેતા, રમેશભાઈ, લખવાની ટેવ પાડો!' હું જે કંઈ લખી શક્યો છું એની પાછળ મારા ગુરુની આવી પ્રેરણા કામ કરી ગઈ છે.
હાયર સેકન્ડ કલાસ સાથે એમ. એ. પાસ થયા બાદ “વિલ્સન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયો. ત્યારથી આજ સુધી એમનું અનુસરણ કરતો આવ્યો
શાહ સાહેબને જ્ઞાન સાથે અતૂટ સંબંધ. જ્ઞાન પ્રાપ્તિની અને નવું શીખવાની એમની અદમ્ય ધગશની આડે ક્યારેય કશુંયે ન આવી શક્યું. એમની ૭૦ વર્ષની ઊંમરે એમણે મને એકવાર કહ્યું, “રમેશભાઈ મને તબલા શીખવાડશો?' હું મારા કાન પર વિશ્વાસ ન કરી શક્યો. આશ્ચર્ય ભર્યો આનંદ અનુભવતો હતો! ત્યાં જ એમણે ફરી પ્રશ્ન કર્યો. મેં સંકોચ અને વિનમ્રતા સાથે હા પાડી. તબલાનો અભ્યાસ શરૂ થયો. મને તકલીફ ન પડે તે માટે તેઓશ્રી વાલકેશ્વરથી ડ્રાઈવ કરી કોંગ્રેસ હાઉસ મારા ઘરે શીખવા આવે. ગમ્મત કરતા કહેઃ “હવે તમે મારા ગુરુ. ઊંચા આસને બેસો.” હું કહું, પહેલા તમે મારા ગુરુ છો! મારે તો ખાડો ખોદીને પણ તમારાથી નીચા આસને બેસવું જોઈએ! આમ અમારી જ્ઞાનયાત્રા આનંદથી ચાલી. રમણભાઈ તબલાં વગાડતાં શીખ્યા.
મુંબઈ જૈન યુવક સંઘના એક વ્યાખ્યાન વખતે તેમણે હસતાં હસતાં કહેલું, હવે કોઈવાર ભક્તિ સંગીતમાં કોઈ તબલા વાદક નહિ આવે, તો તેવતા વગાઉ' એ તબલાં વગાડે એ પહેલાં શ્રોતાઓએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
ડૉ. રમણભાઈ અને પ્રા. પૂ. તારાબેનની જોડીએ મારા જેવા અનેકને જ્ઞાન અને સ્નેહ પીરસ્યા છે. અંધારે ભટકતાં અનેકને જ્ઞાનની પ્રેમળ જ્યોતિ દાખવીને એમનો જીવન પંથ ઉજાળ્યો છે. જીવનમાં ખૂબ પામ્યા અને જે કંઈ પામ્યા તેને શબ્દોની પાંખે-પાસપોર્ટની પાંખે સૌ સુધી પહોંચાડ્યું છે. સરસ્વતીના આરાધક અને માનવતાની મૂર્તિ એવા ગુરુઓના ગુરુને ભાવભરી શ્રદ્ધાંજલિ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org