________________
ક્ષત ઉપાસક રમણભાઈ
ગુરુઓના ગુરુ
પ્રા. રમેશ હ. ભોજક મને જ્યારે જ્યારે સરળતા, હસમુખાપણું, ઉત્સુકતા અને ઊર્મિની સચ્ચાઈનો વિચાર આવે છે ત્યારે મારા ગુરુદેવ ડૉ. રમણભાઈ શાહનું સ્મરણ થઈ આવે છે.
પર્યુષણ વ્યાખ્યાન માળામાં વ્યાખ્યાન પૂર્વે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં જ્યારે પણ હું તબલાવાદન કરતો હોઉં ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાના તરંગો ઊછળતા જોયા છે.
સંગીતને આટલી તરસ સાથે ગટગટાવનાર બહુ ઓછા હોય છે. અભિનંદન આપતો એમનો હુંફાળો હાથ આજેય મારી પીઠ પર ફરતો અનુભવું છું.
મારા શિક્ષણની ગાડી અનેક સ્ટેશને અટકીને આગળ ચાલી છે. બી. એ. થયા બાદ ગુજરાતી સાથે એમ. એ. કરવા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ વિભાગમાં જોડાયો ત્યારે ડૉ. રમણભાઈ શાહ ગુજરાતીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, હેમચંદ્રાચાર્યના દુહા રસથી ભણાવે એટલું જ નહિ વિદ્યાર્થીઓ પણ રસથી ભણે એવું એમનું આધ્યાત્મનું કૌશલ્ય. દુહા અને વ્યાકરણનાં સુત્રોના અભ્યાસથી જૂની ગુજરાતી ભાષાને ખોળે રમવાનો લહાવો મળ્યો. “સર' ભણાવતા હોય ત્યારે એકસાથે બે પીરિયડ ક્યાં પૂરા થઈ જાય તેનો કોઈ અણસાર પણ ન આવે. લેક્ટર્સ પૂરા થાય ત્યારે એ પ્રેમથી કહે, “હું એકલો જ છું ચાલો મારી સાથે સાથે ગાડીમાં બેસી જાઓ!' ગુરુ ભાવનાને આનંદ પૂર્વક હૃદયે ચડાવી હું અનેકવાર એમની ગાડીમાં બેઠો છું. ચર્ચગેટથી ચોપાટી સુધીની ગુરુ સાથેની એ યાત્રા જ્ઞાન યાત્રા બની ગઈ છે. સહજ વાતમાંયે એમની વિદ્વતાના ચમકારા અનુભવ્યા છે.
ઘણીવાર મફતલાલ બાથના સ્ફટિક જેવા નિર્મળ જળમાં હળવે હળવે તરતાં જીવનની સુંદરતા વિષે અમારી બંને વચ્ચે વાતો ચાલતી તે વાતો આજેય મારા માટે ભવસાગર તરવા જેવી મહત્ત્વની બની રહી છે.
અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાંય રમણભાઈ સર નિયમિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org