________________
૫ ૧૦
શ્રુત ઉપાસક રમણભાઈ
સત્ત્વશીલ અને સત્યશીલ જૈન શ્રાવક
T કુમારપાળ વી. શાહ સતત પ્રવાસમાં હતો. ઘણાં દિવસો પછી “પ્રબુદ્ધ જીવન' દ્વારા ડૉ. શ્રી રમણભાઈના સ્વર્ગવાસ થયાના સમાચાર વાંચી આઘાતનો અનુભવ થયો છે. સ્વ.શ્રીના આત્માને મારા અંતરના અંતરથી વંદન.
મને પ્રવાસ સિવાયના દિવસે સામાયિકની સાનુકૂળતા મળી જાય છે. દિવસ દરમ્યાન સામાયિકના સાન્નિધ્યે સ્વાધ્યાયનો મને રંગ અને રસ હોવાથી ડૉ. શ્રી રમણભાઈનું તાત્ત્વિક અને આધ્યાત્મિક સાહિત્ય છે તે લગભગ બધું મેં સામાયિક દરમ્યાન અધ્યયન કર્યું છે. “નિગોદ' અને “પુદ્ગલ પરાવર્ત' જેવા તેઓશ્રીએ લખેલા વિષયોને સામાયિકમાં વાંચ્યા છે. એમના આ સાહિત્યના પડખામાં લપાયેલું તત્ત્વ અને સત્ત્વ મને ખૂબ ખૂબ જ ગમે છે. શીરાનો કોળીયો મુકતાની સાથે ગળેથી નીચે ઉતરી જાય તેમ તેઓશ્રીની ગહન વિષયને સરળતાથી સહજ સમજાવી દેવાની શૈલી બેમિસાલ હતી.
ડૉ. શ્રી રમણભાઈનું બોલવાનું અને લખવાનું તદ્દન તથ્યપૂર્ણ હતું. એમની વિદ્વતા સામા માણસને ચગદી ન નાખે, ક્યારેય વાગે નહીં અને હળવા ફૂલ બનાવે એવી હતી. ઓગળી ગયેલો અહંકાર અને સાકાર થયેલી નમ્રતા એમની આંખ અને અવાજમાં મેં ઉઘડતી અનેક વખત વાંચી છે.
જૈન સાહિત્યના અનેક અનેક વિષયોના આલેખન બદલ એક સુવર્ણ પૃષ્ઠ એમના નામે રહેશે. સત્ત્વશીલ અને સત્યશીલ જૈન શ્રાવક તરીકે એ યાદ રહેશે. જૈન અને જૈનત્વ પ્રત્યે ભારોભાર વહાલ રાખીને નૈતિકતા, સાત્ત્વિકતા અને સક્રિયતાનું ઉદાહરણ બની ગયેલા ડૉ. શ્રી રમણભાઈના પરમાત્મ સ્વરૂપ આત્માને મારા વંદન.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org