________________
શ્રુત ઉપાસક રમણભાઈ
પૂજ્ય રમણભાઈ
I ગુલાબ દેઢિયા
હું બહારગામ યાત્રાએ કે પ્રવાસે ગયો હોઉં અને
તમે જેમ વર્તે, તેમ વર્તો.
હું તમારાથી દૂર ક્યાં છું ?
બની શકે તો થોડોક સ્વાધ્યાય કરજો. એમાં જાતને પરોવો. તમારા પ્રોફેશનનું ગૌરવ વધારજો. સમજણભરી સરળતા પ્રગટાવજો. થોડાંક દિલમાં જગા મેળવો. હું તમારાથી દૂર ક્યાં છું ? મારી આંખો તમને બધાંને જુએ છે. જયાં શ્રાવકની સાધના છે ત્યાં હું છું. જ્યાં અપ્રમાદની આરાધના છે ત્યાં હું છું. મેં સદાય માણસ બનવાની કોશિશ કરી છે. મેં બાહ્યાંતર પ્રવાસમાં સૌન્દર્યનું પાન કર્યું છે. તમે પણ જીવનમાં જે કંઈ સુંદર છે તેને જાળવજો. હું તમારાથી દૂર ક્યાં છું ?
શરદનું નિરભ્ર આકાશ અને નદીનાં નીત નીર જોતાં
હું તમને યાદ આવીશ.
મેં તમારા હૃદયમાં જગ્યા મેળવી છે.
મારે યશોવિજયજી, ઉદયરત્નજી, આનંદઘનજી, સમયસુંદરજી સૌને મળવું છે. મારે હવે ફેરા પણ કેટલા રહ્યા ?
છતાં હું તમારાથી ક્યાં દૂર છું ? હું યાત્રામાં હોઉં અને તમે જેમ વર્તો તેમ વર્તજો.
હું તમારાથી દૂર ક્યાં છું ?
Jain Education International
For Private & Personal Use Only
૫૧૧
www.jainelibrary.org