________________
૫ ૧૨
શ્રુત ઉપાસક રમણભાઈ
એનું સ્મરણ તો થાય
મેઘબિંદુ' એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય સેવા કાર્યો કરતાં કરતાં વૈષ્ણવજન થઈ જાય.
અહંકારથી દૂર રહીને, અસ્મિતા જાળવતો દરિયા જેવું જીવન જેનું પવન થઈ વિચરતો દીન દુખિયાનાં આંસુ લૂછવા હર દમ દોડી જાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય.
ભક્તિભાવથી જ્ઞાનની લ્હાણી, પૂજા કર્મથી કરતો સત્કાર્યોમાં જીવન અર્પ, મુક્ત થઈને ફરતો દક્ષ બનીને રહે જગતમાં, આનંદે મલકાય. એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય
વિશ્વ આખુ કુટુંબ જેનું જતન પ્રેમથી કરતો દેશ અને સંસ્કૃતિનો એ સાચો રક્ષક બનતો માનવ થઈને જન્મ જગમાં, દેવ થઈ પૂજાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org