________________
શુત ઉપાસક રમણભાઈ
૫૧ ૩.
- શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ પસાર કરેલ
શ્રદ્ધાંજલિ ઠરાવ - તા. ૨૭-૧૦-૨૦૦૫ ના રોજ મળેલ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની સભાએ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મંત્રી, પેટ્રન અને દાતાશ્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાનથી પસાર કરેલ શ્રદ્ધાંજલિ ઠરાવ.
આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ભૂતપૂર્વ મંત્રી, પેટ્રન અને દાતાશ્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાનથી આજરોજ મળેલ સભા ઘેરા શોકની લાગણી અનુભવે છે. સદ્ગત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને તેનો તેઓ ગર્વ અનુભવતા હતા. તેમના જીવનની પ્રગતિમાં સંસ્થાનો મોટો ફાળો રહ્યો છે અને સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવા સદાય તત્પર એવા ડૉ. રમણલાલ ચી. શાહ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવાની દૃષ્ટિએ તેમના માતુશ્રી-પિતાશ્રીના નામે બે ટ્રસ્ટ યોજના તથા વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સુવર્ણચંદ્રક અને રોપ્યચંદ્રક આપવાની ભાવનાથી રૂા. ૪,૦૦,૦૦૦/- જેવી માતબર રકમ સંસ્થાને દાનમાં આપેલ છે.
વિદ્યાલયના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓના ધાર્મિક શિક્ષણની શ્રેણી–૧ થી શ્રેણી-૪ સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ છે.
સંસ્થાની સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આજ દિન સુધીમાં જુદા જુદા સ્થળે ૧૭ જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવેલ, તેના તેઓશ્રી સંવાહક હતા અને તેનું તેઓએ સફળ સંચાલન કરેલ છે અને જૈન સાહિત્યની પ્રવૃત્તિને વેગ આપેલ છે અને તેમાં તેમની વિદ્વતાના પણ દર્શન થાય છે. તેઓશ્રીએ જૈનસાહિત્ય પર ઘણા લેખો લખ્યા છે અને ઘણા પુસ્તકો પણ લખેલ છે. અન્ય સંસ્થાઓની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા. તેઓશ્રી ધર્માનુરાગી, ઉદાર દિલ અને કોઈને માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા હતા. તેઓના અવસાનથી આ સંસ્થાને, સમાજની અન્ય સંસ્થાઓને અને તેમના પરિવારને કદી ન પૂરાય તેવી ખોટ પડી
આજરોજ મળેલ સભા તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે.
-દીપચંદ એસ. ગાર્ડપ્રમુખ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org