________________
૫ ૧૪
શુત ઉપાસક રમણભાઈ
શ્રી મહેન્દ્ર મેઘાણીની સગત રમણભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ THEY SHALL GROW NOT OLD
AS WE THAT ARE LEFT GROW OLD AGE SHALL NOT WEARY THEM
NOR THE YEARS CONDEMN AT THE GOING DOWN OF THE SUN
AND IN THE MORNING WE WILL REMEMBER THEM
LAURENCE BEN YOU (1869-1943) અમેરિકન લેખક હેન્રી મિલર (૧૮૯૧-૧૯૮૦)નું એક વાક્ય છે.
THE WORLD GOES ON BECAUSE A FEW MEN IN EVERY GENERATION BELIEVE IN IT UTTERLY ACCEPT IT UNQUESTIONINGLY; THEY UNDERWRITE IT WITH THEIR LIVES.
એવી કેટલીક વ્યક્તિઓનાં સુંદર ચરિત્રો શ્રી રમણભાઈએ આપ્યા તે એમની સાથેના મારા અલ્પ, અપ્રત્યક્ષ પરિચયનું મીઠું સ્મરણ રહેશે.
તેઓ અને તારાબેન ભાવનગર અમારે ઘર આવેલાં તે એક જ મિલન થયું તેનો વસવસો પણ રહેશે.
હમણાં હું અહીં મારી પુત્રી મંજરીબહેનને ઘરે છું. ત્યાં તમારી નોંધ સાથેનો શ્રી ધનવંત શાહનો પરિપત્ર ભાવનગર થઈને મળ્યો. અગાઉ મળેલા એમના પરિપત્રના જવાબમાં શ્રી ધનવંતભાઈને મેં લખેલું કે શ્રી રમણભાઈ વિશે હું કશું લખી મોકલી શકું તેમ નથી. એ જાતના લખાણો કરવાની શક્તિ મારામાં હોત તો હું જરૂર હોંશથી લખત. ફાધરે બેલાગર વિશેનો શ્રી રમણભાઈનો લેખ મને ખૂબ ગમેલો. ચિખોદરાના ડૉ. દોશી વિશેનો પણ એવો ગમેલો. અર્ધી સદીની વાચનયાત્રામાં અબ્રાહમ લિંકનના જીવનચરિત્રમાંથી પણ કેટલુંક છાપ્યું. છેલ્લે ડો. પ્રવિણ મહેતા માટેનો લેખ બહુ ગમ્યો. આવી રીતે એમની કલમે વિવિધ વ્યક્તિઓને અપાવેલી ઉત્તમ અંજલિઓની બરોબરી કરે તેવી અંજલિ શ્રી રમણભાઈને પણ કેટલીક જરૂર આપશે. તેવું કદાચ તત્કાલ ન બને તો પણ યથાકાળે એવાં લખાણ આપણને મળવાનાં. અત્યારે “સ્મરણાંજલિ અંક' ભલે પ્રગટ થાય પણ શ્રી રમણભાઈને અંજલિ આપવાનું કામ તો ચાલુ રહેશે જે વખતે વખતે લેખકોને તે માટે પ્રેરક જીવનચરિત્રમાંથી મળતી રહેશે.
મહેન્દ્ર મેઘાણી, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org