________________
શ્વત ઉપાસક ૨મણભાઈ
૨૫૭
“સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલનો સંક્ષેપ કે રાહુલ સાંસ્કૃત્યાયન જેવી અનુવાદ કૃતિ પણ તેમણે આપી છે.
લેખક, સર્જક, સાહિત્યકાર, સંશોધક, સંપાદક વગેરે અનેક રીતે “અક્ષર'ની ઉપાસનામાં જીવન વ્યતીત કરીને “અ-ક્ષર-નાશ ન પામે તેવી' કૃતિઓ તેઓ આપી ગયા છે. આમ તો તેમનું એકાંગી દર્શન કર્યું કહેવાય. કારણ તેઓ સાહિત્યકાર હોવા ઉપરાંત સાચા અર્થમાં “માનવ' હતા. જૈન ધર્મના સર્વજંતુ પ્રત્યેના પ્રેમની વિભાવનાને તેઓ જીવનમાં જીવી ગયા હતા. સમતા એમના જીવનનો પર્યાય હતો અને કરુણા એમનો શ્વાસ હતો. કોઈપણ વ્યક્તિને એ મળે ત્યારે વાણીમાં જે વિનય અને સ્નેહ વ્યક્ત થતો હતો તે હવે ક્યાં જોવા મળવાનો છે ?
એમની નિવૃત્તિએ તો સમગ્ર સાહિત્યજગતને અને સવિશેષ જૈન સમાજને ન્યાલ કરી દીધો હતો. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સહજમાં સફળતા પ્રાપ્ત કરનાર અને બહોળા વર્ગના સ્નેહ, માન કે સત્કારને પામનાર આવી વ્યક્તિ તો ઇશ્વરના પસંદગી પામનાર અલ્પજનોમાંની એક હોય છે. એમની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી. આવા જીવન સાર્થક કરનાર આત્માને પ્રભુ શાંતિ આપે એમ કહેવું એના કરતાં જીવનમાં સર્વત્ર ધર્મ અને તત્ત્વજ્ઞાનને જીવી જનાર એ આત્મા આપણને શાંતિ આપે એમ કહેવું વધુ ઉચિત લેખાશે.
- - - સાદગી-સરળ અને સમતાથી ભરેલું જીનવી શ્રદ્ધેય શ્રી રમણભાઇના અવસાનના સમાચાર જાણી અત્યંત દુઃખ થયેલ છે. મને ધર્મ પ્રત્યે અભુરિચી જગાડવામાં એમનો મહત્ત્વનો ફાળો હતો. એ આત્માનો ઋણી છું. થોડાંક વર્ષોથી મુલાકાત થઈ ન હતી. જ્યારે પણ મળવાનું થાય ત્યારે મમતાપૂર્વક મારી શંકાઓનું સમાધાન આપતા. એ પુનિત આત્માના અનંતગુણોની સુવાસ મારા હૃદયમાં સદેવ-સર્વદા રહેશે. એમનું જીવન સાદગી-સરળ અને સમતાથી ભરેલું હતું. પરમાત્માને એ જ પ્રાર્થના કે એમના આત્માને ચિરશાંતિ બક્ષે.
I અભય લાલન-ભાનુ લાલન (અહિંસા મહાસંઘ-મુંબઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org