________________
૨ ૫૮
ચુત ઉપાસક રમણભાઈ
રમણભાઈના વિચારપ્રધાન નિબંધો
_D ડૉ. નૂતન જાની ડૉ. રમણલાલ ચી. શાહ લેખક છે. જે જુએ, વિચારે, વિશ્લેષણમાં મૂકે, કંઈક નવું સત્ય શોધવા વ્યાકુળ બને તે જ ખરા અર્થમાં લેખક હોય છે. શ્રી ૨. ચી. શાહ આ પ્રકારના લેખક છે. એમણે પુષ્કળ સાહિત્ય લખ્યું છે. એમના વિપુલ સાહિત્યમાંથી “સાંપ્રત સહચિંતન'ના ૧૪ ભાગ અને “અભિચિંતના'નું સાહિત્ય નિરાળું છે. જગત સાથે નિસ્બત ધરાવતા શ્રી રમણભાઈના વિચારવિમર્શનું તે ઉત્તમ પરિણામ છે. સાહિત્યિક દૃષ્ટિએ એ નિબંધો છે કે નહીં એની ચર્ચામાં ન પડતા સ્વજાગૃતિ પછી ઉદ્ભવેલા કોઈક ચોક્કસ સર્જકીય ચેતનાનો એ નિષ્કર્ષ છે. આ સંગ્રહોના નિબંધ લેખોમાં એમની જીવંત અવલોકન દૃષ્ટિનો પ્રવાહ સતત વહેતો દેખાય છે. અતીતની વાત કરવી પ્રમાણમાં સરળ હોય છે જ્યારે સાંપ્રત સમયના સમાજનું તલાવગાહી અવલોકન કરવું કપરું હોય છે. તેમ છતાં જેની પ્રકૃતિ અપરિગ્રહીની છે, જેનું મનોવલણ અનુરાગની માયાના પાશમાંથી મુક્ત થવાની દિશામાં આગળ વધી ચૂક્યું છે, જેનામાં જ્ઞાન પામ્યા પછીની તટસ્થ બુદ્ધિમત્તા વિકસી છે તેવી વ્યક્તિ સાંપ્રતને પણ પોતાની તાત્વિક દૃષ્ટિએ મૂલવવા પ્રેરતી હોય છે.
સમાજ, જીવાતું જીવન અને સંસ્કૃતિ જ્યારે સાહિત્યકૃતિ બનવા તરફ વળે છે ત્યારે સર્જકનો જગત સાથેનો સંબંધ વિશિષ્ટ મુદ્રા ધારણ કરી વ્યક્ત થાય છે. જે ધર્મને જાણે છે, એના સત્યથી સભાન છે, કર્મની આચરણસંહિતા જ જેને માટે મહત્ત્વની બાબત છે તેની ચેતના શ્રમની સાથે વિકસિત થાય છે. સ્વયંને સંસ્કૃતિના ભાગરૂપે જોવી, અનુભવવી અને સંસ્કૃતિમાં પ્રચ્છન્નપણે પેસારો કરી વિસરી રહેલી વિકૃતિથી ચેતવું, એ વિકૃતિના નિવારણ માટે સભાન થઈ કાર્ય કરવું એ સુધારક કર્મ છે. સર્જક, સુધારક, સંશોધક એવા પ્રો. ૨. ચી. શાહ સ્વ ઉપરાંત સંસ્કૃતિ સાથે અવિનાભાવે જોડાયેલા જ રહ્યા છે. જૈન ધર્મના પીયૂષ પાનથી એમની દૃષ્ટિ કેળવાઈ છે. જૈન ધર્મ થકી જ આંતરખોજની દિશા તરફ તેઓ આગળ વધતા રહ્યા છે ને પોતાની એ ગતિમાં સર્વને પરોક્ષ રીતે પરોવતા રહ્યા છે. પ્રકૃતિએ કર્મઠ અને સાધક શ્રી ૨. ચી. શાહની સંવેદનાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org