________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૫૯
વ્યાપ સમષ્ટિને આવરી લે છે ત્યારે સાંપ્રતના સમય સંદર્ભે લેખો લખાય છે. તેમણે પોતાના અનુભવોનું પૃથક્કરણ કરીને પોતાને અભિપ્રેત જીવન સત્યનો અર્થ શબ્દ દ્વારા લોકો સુધી પહોંચાડ્યો છે. એ અર્થમાં એમની શબ્દસાધના સફળ જીવનરીતિનો ખ્યાલ દર્શાવે છે.
સાંપ્રત સમયની સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો તરીકે તેમણે જૈન ધર્મની વ્યાપકતા દર્શાવી છે. એમણે કદી ધર્મને પંપાળ્યો નથી. દેરાસરો પૂરતો બદ્ધ રાખ્યો નથી પરંતુ એના મર્મની નાડ પારખી છે. માટે જ સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત તેઓ રજૂ કરી શકે છે. એમનું સંવેદનસભર ચિત્ત તંત્ર માનવજીવન સંઘર્ષની ઘટનાઓ જૂએ છે ત્યારે ખળભળી ઊઠે છે. તેઓ વાત માંડે છે સ્વસ્થતાપૂર્વક. કળીમાંથી પાંદડી ખીલવાની તેમને શ્રદ્ધા છે. મનના પ્રપંચ થકી જન્મેલી અપેક્ષાઓની, અહમ્ની, અસંતોષની દુનિયાને તેમણે સ્વસ્થતાથી જોઈ છે, અનુભવી છે ને એનાથી વ્યાકુળ થયા વગર પોતાના સંયમિત જીવનવિચારને ભાષામાં વ્યક્ત કરી લોકોને સદૃષ્ટાંત બોધની વાતો કરી છે. સર્જકના વ્યક્તિત્વની મુદ્રા ઉપસાવી આપવી એ નિબંધસ્વરૂપની એક વિશિષ્ટતા છે. ‘સાંપ્રત સહચિંતન' અને ‘અભિચિંતન'ના લેખો એ દૃષ્ટિએ મહત્વના બની રહ્યાં છે. અહીં ‘અભિચિંતન’ના બે નિબંધો ‘આતુરા પરિતાવેન્નિ’ અને ‘જાતિવાદ વિશે ભગવાન મહાવીર'ની વાત કરવી છે.
‘આતુરા પરિતાવેન્તિ' નિબંધના આરંભે તેઓ ભગવાન મહાવીરના આચારાંગ સૂત્રના અધ્યયન સંદર્ભે નિબંધના શીર્ષકનો મર્મ સમજાવે છે. તેમને વાત તો કરવી છે મનુષ્યના ચંચળ, લોભી સ્વભાવની. મનુષ્યની જિજ્ઞાસાનું રૂપાંતર આતુરતામાં થાય છે ત્યારે એનો વ્યવહાર બદલાતો હોય છે. તૃપ્તિ, અતૃપ્તિ અને અતિતૃપ્તિની ત્રણ અવસ્થાને ભોગવતો મનુષ્ય મનથી પરાવલંબી હોય છે તેનો ખ્યાલ એમણે ‘આતુરતા’ સંજ્ઞાના વિભિન્ન અર્થઘટનો દ્વારા સ્પષ્ટ કરી આપ્યો છે. મનોવિશ્લેષકની રીતે એમણે જુદા જુદા માનવવ્યવહારો સંદર્ભે અધ્યન કર્યું છે, દર્શન કર્યું છે. આ વ્યવહારમાં અનુભવેલી ઊણપો પ્રત્યે એમણે નિબંધોમાં અંગુલિનિર્દેશ કર્યો છે. તેઓ કહે છે, ‘‘ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાય જીવો અજ્ઞાનમય, દુ:ખમય, દુર્બોધમય અને દીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org