________________
૨૬૦
શ્વત ઉપાસક રમણભાઈ
પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે.” મનુષ્યની મનુષ્ય સાથેની અપેક્ષાઓના મૂળમાં રહેલી આતુરતાના વિભિન્ન પ્રકારોની તેઓ વિગતે વાત કરે છે. સુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતર, યશાતુર, પદાતુર, સઝાતુર, વિજયાતુર, આદિ પ્રકારના આતુર મનુષ્યોના આચરણની સૂક્ષ્મતાને તેમની દૃષ્ટિએ નીરખી છે, પરખી છે. પ્રત્યેક મનુષ્યએ પોતે જ પોતાના મનના સેનાપતિ થવાનું છે. સાંપ્રતમાં ફેલાયેલ અસત્યના આવરણને હટાવવા તેમણે આધ્યાત્મિકતા અને વિશ્લેષણ શક્તિનો સુમેળ સાધી તર્કબદ્ધ રીતે પોતાની વાતને મૂકી છે. એમનું આંતરિક વિશ્વ ધર્મ અને મૂલ્યના ખરા મર્મને પામેલું હોવાને કારણે જ પોતાના જીવનમાં મેળવેલ સંવાદિતા સમષ્ટિને પણ મળી રહે તે હેતુથી તેમણે સ્વકીય ચિંતનની સંસ્કારિતાને શબ્દસ્થ કરી છે. તેઓ કહે છે,” માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ, તીવ્ર રાગ કે તીવ્ર ષમાં પરિણમે છે. જ્યારે ઈચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઈત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સગુણો પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી.' મહાવીર વાણીના અનુષંગે માનવ વ્યવહારનું સચોટ વર્ણન તેમણે કર્યું છે. પોતે પામેલ સત્યને સરળ રીતે અન્ય સુધી પહોંચાડયું છે. પોતાની વ્યક્તિચેતના અને સર્જકચેતનાના સરવાળે એમણે જીવનચેતનાને ઉર્ધ્વગામી બનાવવાના પ્રયત્નો કર્યા છે. આ ગ્રંથના અન્ય લેખોમાં પણ લેખકનું ભાવતંત્ર અને ભાષાતંત્ર રુચિપૂર્ણ રીતે પમાય છે. જગતની સ્થિતિને નિયંત્રણમાં લાવવાના ઉપાય તરીકે તેમણે કહ્યું છે, “માણસ જ્યાં સુધી પોતાની ઈચ્છાઓને પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપરતે વિજય મેળવી શકતો નથી. ઈચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઈચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ.... કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ-અને સંવાદિતા સ્થાપવા હશે તો પ્રત્યેક કક્ષાએ આતુરતાં ને પરિમિત કરતાં રહેવું પડશે!'
ગણતરીપૂર્વકનું જીવન જીવવા કરતાં જીવનના ગણિતનું સાચું સમીકરણ માંડતા આવડે તે અનિવાર્ય છે. આવું બને તો અંતરના અંતરાયો આપોઆપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org