________________
શ્રુત ઉપાસક રમણભાઈ
દૂર થાય ને આતુરતાનું શમન થાય.
વિશ્વના રાજકારણને લીધે ઉદ્ભવેલી, માનવજીવનને સ્પર્શતી અત્યંત કરુણ ઘટના તે આતંકવાદનો ઉદય. માનવસ્વભાવની આંટીઘૂંટી સમજવા અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યા છે. ફ્રોઈડ, યુગ, જહૉન લોક, એરિસ્ટોટલ, હેગલ, વિલિયમ હોકિંગ જેવા વિચારકોએ માનવ મનનો પાર પામવા અગણિત કોયડાઓ માંડ્યા ને ઉકેલ્યા છે પણ કોઈ એક અંતિમ સત્ય એમને હાથ લાગ્યું નથી. માનવ સ્વભાવ એની પરિસ્થિતિઓ, જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ સાથે જોડાયેલી બાબત છે. જ્યાં સુધી મનુષ્યનું ચિત્ત સમતોલ ને સ્વસ્થ હોય ત્યાં સુધી માનવસ્વભાવની વિકૃતિઓ સમાજને નુકસાનકારક હોતી નથી, એકમેકના સહવાસમાં રહીને તેઓ સ્વસ્થ, નિરામય સામાજિક જીવન જીવવાનો આનંદ માણી શકે છે. સદાચાર હોય કે દુરાચાર દરેક કાર્યની પાછળ કોઈ ચોક્કસ નિમિત્ત રહેલું હોય છે. રાજકારણના અજગરે આતંકવાદનો ભય ફેલાવીને મનુષ્યની શક્તિને ગેરમાર્ગે વાળવાનું ઘોર પાપકર્મ આદર્યું છે. રાજકારણીઓની મહત્વાકાંક્ષાનો અતિરેક આવું પરિણામ આવે ત્યારે કોઈ એકાદ-બે અંગત જીવનને જ નહીં સમસ્ત સમાજજીવન એનો ભોગ બને છે. જે ધર્મ સમતા, બંધુત્વ, પ્રેમનો સંદેશો આપે છે એને વિસારે પાડીને કટ્ટરવાદીઓના લોભામણા ભાષણોથી આતંકનું આચરણ વ્યવસાય બનતો જય છે. ‘‘જાતિવાદ વિશે ભગવાન મહાવીર'' લેખમાં પ્રો. રમણભાઈએ સાંપ્રતની આતંકવાદની સમસ્યાનું ધર્મના અનુષંગે અવલોકન કર્યું છે. સમાજની વ્યવસ્થા એના સમયની માગને આધારે આકારિત થતી હોય છે. પરંતુ સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા જ્યારે સંકુચિત માનસવાળા લોકોને નિમિત્ત બનાવે છે ત્યારે ઉચ્ચ ભારતીય ભાવનાનું વિલોપન થાય છે. આ સત્યને આલેખવા લેખકે ભગવાન શ્રી મહાવીરની વાણી ખપમાં લીધી છે. મહાવીરસ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવ્યવસ્થા વિશે કહ્યું
છે.
कम्मुणा बम्मणो होई, कम्मुणा होई स्वतियो । वइसो कम्पुणा होई, सुधो कम्मुणा होई ।।
Jain Education International
કર્મથી
કર્મથી (આચરણથી) બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય થવાય છે, વૈશ્ય થવાય છે અને કર્મથી શૂદ્ર થવાય છે.'' પ્રો. ૨. ચી. શાહે જૈન ધર્મના પરિપાલનમાં રહેલી વર્ણસમાનતા દર્શાવી સાંપ્રતના જાતિવાદની સમસ્યાના
૨૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org