________________
૨ ૬ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ ઉકેલ માટે મૂળને સમજવાની ભાવના વ્યક્ત કરી છે. મનુષ્ય પોતાની ક્ષમતા અને સમજને આધારે જ આત્મવિષ્કારની ભૂમિકામાં મૂકાતો હોય છે. કેટલીક વખત ચિંતા, ભય, ક્રોધ, ઈર્ષા, ઉદ્વેગ, નિરાશા, આદિ કષાયોને કારણે તે ધર્મનો મર્મ ભૂલે છે ને ખોટા કર્મના બંધનમાં બંધાય છે. ધર્મ જીવનનો સાચો હાર્દ સમજાવે છે. ધર્મ એટલે સંપ્રદાયો કે પર્ણોની સંકુચિતતા નહીં પણ આંતરખોજ પ્રત્યે દોરી જતી વ્યાપકતા. આ સત્ય જ્યાં સુધી દૃષ્ટિગોચર થતું નથી ત્યાં સુધી કઠોરતા કે નિર્દયતા દૂર કરી શકાતી નથી.
ભારતીય સંસ્કૃતિના પાયામાં, એના ઈતિહાસમાં, કુટુંબજીવનમાં પ્રેમનું સત્ય પડેલું છે. પ્રેમ જેમ જેમ સંકુચિત બનતો જાય છે જીવન તેમ તેમ ટૂંકું, ખોખલું બનતું જાય છે. સંકુચિતતાને કારણે વર્ણવ્યવસ્થાને સમજવામાં મનુષ્યએ થાપ ખાધી છે. આ દર્શાવતા લેખકે કહ્યું છે, “જીવન-વ્યવસ્થાના મીમાંસકોએ મનુષ્યના ચાર મુખ્ય પ્રકારો પાડ્યા હતા. ૧) બ્રાહ્મણ, ૨) ક્ષત્રિય, ૩) વૈશ્ય અને ૪) શુદ્ર. વ્યવસાયને અનુલક્ષીને આ પ્રકારો પાડવામાં આવેલા. તે સમયે એનો હેતુ વર્ણવ્યવસ્થા દ્વારા જીવનવ્યવસ્થા પરસ્પર સહકારમય અને સુખમય બને એવો હતો. કોઈ પણ નવી સામાજિક વ્યવસ્થા સમાજ ઉપર પરાણે લાદી શકાતી નથી.” ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષો પૂર્વે રૂઢિચુસ્ત વર્ણવ્યવસ્થા સામે માનવમાત્રની સમાનતાના વિચારો દર્શાવ્યા હતા. વર્ણને કારણે કોઈ ઊંચ કે નીચ બનતું નથી એ સત્ય તો જૈન ધર્મમાં વર્ષો પૂર્વે દર્શાવાયું છે તેવું સૂચન કરતાં લેખક કહે છે, “ભગવાન મહાવીરનાં વચનોમાંથી પ્રેરણા લઈ આપણા વૈયક્તિક અને સામૂહિક જીવનમાં પરિવર્તન આણવું એ આપણી સાંસ્કૃતિક નિષ્ઠાની દષ્ટિએ પણ આવશ્યક છે.” કટ્ટરપંથી તત્ત્વોએ પોતાના હેતુઓ પાર પાડવા જાતિવાદના શસ્ત્રને વાપર્યું છે ત્યારે આજની શિક્ષિત યુવા પેઢીએ પોતાના શિક્ષણ અને તર્કનો વિનિયોગ કરી સ્વસ્થ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ થવું જરૂરી છે.
સાંપ્રત સહચિંતન' અને “અભિચિંતના'માં પ્રગટ થયેલા શ્રી ૨. ચી. શાહના નિબંધો એમના અંગત સૌદર્યમય ને સંસ્કારી મનોવિશ્વનો ખ્યાલ આપે છે. તેમની પાસે શબ્દને પામીને એના સત્યની નિકટના અર્થને અભિવ્યક્ત કરવાની શક્તિ છે. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે પુષ્કળ વાંચ્યું છે, ગ્રંથોના મર્મને પચાવ્યા છે. ગ્રંથોના વાંચન અને અનુભવોથી લીધેલ જ્ઞાનનું સતત ચિંતન કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org