________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૬ ૩
છે. સમસામાયિક સમયનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કર્યું છે. પોતાનાથી શક્ય નીવડી શકે તે રીતે શબ્દસ્થ સંસ્કારયાત્રાનું સિંચન કર્યું છે. એમના ચિંતનનો વ્યાપ જીવનલક્ષી છે. ભલે એમનાં મૂળિયાં જૈન ધર્મથી રંગાયેલા હોય પરંતુ એમની દૃષ્ટિ તો પરમ સત્યને પામવાની ને પમાડવાની રહી છે. એમણે જે વિષય લખવા માટે પસંદ કર્યો હોય તે વિષયને ઊંડાણપૂર્વક સમજીને, વિચક્ષણ બુદ્ધિમત્તાથી કસીને તટસ્થાપૂર્વક લખ્યું છે.
માનવજીવનના વિકાસમાં ધર્મનો ફાળો ઘણો મોટો હોય છે. અવળે માર્ગે જઈ રહેલી સામાજિકતાને સવળો માર્ગ ચીંધવાનું કામ તેમણે સહજતાથી નિભાવી જાયું છે. ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ એની ધર્મપ્રણાલીને લીધે વિશ્વભરના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઈતિહાસમાં જૈન ધર્મની સુદીર્ઘ પરંપરાનું પણ આગવું સ્થાન છે. જીવનમાં ધર્મને આવશ્યક સંસ્કાર રૂપે જાળવનાર ડૉ. રમણલાલ ચી. શાહે ધર્મને વિભાવરૂપે પ્રયોજી જીવનસત્યને ધર્મના દૃષ્ટાંતો દ્વારા સમજાવીને ઉજાગર કરાવી આપ્યું છે.
* * * ડૉ. રમણલાલ શાહના અવસાનથી ની પૂરી શકાય એવી ખોટ ડૉ. રમણલાલ શાહના અવસાનથી આપ સર્વને તથા મુંબઈ જેન સંઘ આદિને કદી પણ ન પૂરી શકાય એવી બહુ ભારે ખોટ પડી છે. તેઓશ્રીએ અનેક રીતે જે સેવા કરી છે તેનો જોટો સમાજમાં મળે તેમ નથી. તેઓશ્રીને મારા પ્રત્યે અનન્ય લાગણી હતી. ખાસ કરીને હું અને મારા પત્ની-બન્ને સાહિત્ય સંમેલનમાં જરૂર આવતા અને તેઓશ્રી ખૂબ જ સભાવ રાખતા હતા. એ બધો એમનો ઉપકાર હું ક્યારેય ભૂલી શકીશ નહિ. હું કુમારપાળભાઈ દેસાઈ વ.ની સાથે આપને ત્યાં આવેલ. તે વખતે એમની સાથે ઘણી સારી વાતો થઈ હતી. તેમણે મને “જ્ઞાનસાર' ગ્રંથ ખાસ આપ્યો હતો.
શારીરિક અનેક તકલીફોમાં પણ સ્થિર આસને બેસીને જે લેખન આદિ સતત કરી રહ્યા હતા તે જોઇને ઘણું આશ્ચર્ય થયું હતું. અને “અહોભાવ પ્રગટ્યો હતો.જેન ધાર્મિક શિક્ષણ સંઘ તરફથી તેઓશ્રીને “શ્રદ્ધાંજલિ અર્પ છું.
લિ. તેમનો ગુણાનુરાગી || ચીમનલાલ પાલીતાણાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org